ભીડીયાથી સોં. મરીન પોસ્ટે જતા રોડ ઉપર એક વૃક્ષ બાજુમાં પાર્ક કરેલ ફોર વ્હિલ કાર ઉપર પડેલ હોય જેથી રોડ બ્લોક થયેલ હોય જેની જાણ થતા પ્રભાસ-પાટણ પોલીસ તાત્કાલિક પહોંચી વૃક્ષ હટાવાની કામગરી હાથ ધારી રસ્તો ખુલો કરેલ હતો. જયારે તાલાળા ચોકડી પુલ આગળ સીએનજી પેટ્રોલ પંપ પાસે શાકભાજી તથા ફૂટ વેંચનારની ઝુપડી વાવાઝોડાના કારણે રોડ ઉપર પડી ગયેલ હોય પેટ્રોલિંગ દરમ્યાન પ્રભાસ-પાટણ પોલીસ દ્વારા રોડ ઉપરથી આ ઝુંપડી હટાવી રોડ ખુલ્લો કરવામાં આવેલ હતો.