જૂનાગઢ : પુત્રીના મૃત્યુંના બનાવ અંગે પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

0

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યાના કર્યાના બનાવમાં મૃતક યુવતીના પિતાએ તેની પુત્રીને સાસરીયા દ્વારા આત્મહત્યા કરવા મજબુર કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ પાતાપુર(શારદાનગર) પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા હિરાભાઈ બચુભાઈ કુંવરદાસ(ઉ.વ.૬પ)એ અશ્વિનભાઈ મગનભાઈ ચાવડા સાસુ અમુબેન મગનભાઈ ચાવડા રહે.બંને દાસારામ સોસાયટી, શેરી નં-૩, દોલતપરા વાળાઓ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી હિરાભાઈની પુત્રીને આરોપીઓએ શારીરીક-માનસિક દુઃખત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરેલ અને જે ત્રાસથી યુવતીને પોતાના ઘરે ગળાફાંસો ખાવા માટે મજબુર કર્યાની એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માણાવદર : આત્મહત્યા કરવા માટે મજબુર કરવા અંગે અજાણ્યા મોબાઈલ ધારક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ
માણાવદર પંથકમાં ગળાફાંસો ખાઈ અને યુવાને જીવનનો અંત આણ્યો હોવાના બનાવ અંગે અજાણ્યા મોબાઈલ ધારક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ભાણજીભાઈ સાજનભાઈ રાઠોડ(ઉ.વ.૪૮) રહે.દડવા વાળાએ મો.નં.૬૯૦૦૮૮૦ર૬૪, ૮૮૭૬ર૮૯૩૧૮, ૯૩૯પ૯૮૧૬૯૯, ૮૧૧૪૬૯૪૯૯૬, ૬૩૭ર૮૦ર૩૧૧ સહિતના મોબાઈલ ધારક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના અજાણ્યા મોબાઈલ ધારક ઈસમએ ફરિયાદીના દિકરાનો સોશ્યલ મીડીયા દ્વારા નગ્ન વિડીયો ઉતારી પોતે રાકેશ અસ્થાના એસ.પી. દિલ્હી પોલીસ હોવાની ખોટી ઓળખ આપી પોલીસ ફરિયાદ તેમજ બદનામ કરવાની ધમકી દઈ બનાવટી એફઆઈઆરની કોપી બનાવી ફરિયાદીના દિકરાના વોટસેપમાં મોકલી જુદા-જુદા સમયે રૂા.૪૮પ૦૦ તેના ખાતામાં નખાવી લઈ ત્યાર બાદ પણ અવાર-નવાર ફોન કરી ગુનામાં ફસાવવાની તેમજ બદનામ કરવાની ધમકી આપતા ફોન કરી એક છોકરીએ આત્મહત્યા કરી લીધેલાની ખોટી હકિકત જણાવી મારા દિકરાને મરવા માટે મજબુર કરતા જેથી ગઈકાલે ફરિયાદીના દિકરા અમીતએ બપોરના સાડા-બારથી અઢી વાગ્યાના સમય દરમ્યાન મનસુખભાઈ ભાણજીભાઈ હીંગરાજીયાની વાડીમાં આવેલ ગોડાઉનમાં લોખંડના એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવા મજબુર કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા માણાવદર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાંટવા જુગાર દરોડો : ત્રણ ઝડપાયા
બાંટવા પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડતા ત્રણ શખ્સોને રૂા.પ૭૮૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!