સાળંગપુરધામ ખતે કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે દિવ્ય શણગાર

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અષાઢી બીજ નિમિતે તા.૨૦-૬-૨૦૨૩ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્યવાઘાનો શણગારકરી રથયાત્રાના ભવ્ય શણગાર દર્શનતથાદાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવેલ અને સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા ૭ઃ૦૦ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. મંદિરના પરિસરમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ ઉપર આપ સૌ ઉપર તેમની કૃપા બની રહે. શુભ રથયાત્રા. ‘જય જગન્નાથ’, હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ. આગામી ૨૧ જૂન ૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૬ કલાકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના સાનિધ્યમાં કિંગ ઓંફ સાળંગપુરના પ્રાંગણમાં કરવામાં આવેલ છે. “આરોગ્ય તથા આધ્યાત્મિકતાનો સમન્વય” આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવા પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તરફથી સર્વે ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.

error: Content is protected !!