બીપરજાેય વાવાઝોડાના પવનમાં ગુમ થયેલ બાર્જ ક્રિષ્ના પાંચ દિવસ બાદ પણ લાપતા
ગત સપ્તાહે આવેલ મહા વિનાશક વાવાઝોડાં બીપરજાેય કચ્છમાં લેન્ડફ્લો થયું છતાં પણ તેના વિનાશક પવનની અસર અહીં જણાયેલ હોય તેમ અહીં બેટ દ્વારકાને સિગ્નેચર બ્રિજ દ્વારા રાહ રસ્તે જાેડવાના કોન્ટ્રાકટના કામમાં રહેલ જામનગરના ઓફ શોર મૂવીંગ વાહનોનો વ્યવસાય કરતી લોર્ડ્સ ઓફ શોર સર્વિસ નામની કંપનીનું બાર્જ ક્રિષ્ના રજીસ્ટ્રેશન નંબર ઓ.કે.પી.૮૦ વાળું બાર્જ એસ.પી.સિંગલા કંપનીની સાઈટ ઉપર કાર્યરત હતું. જે દરમ્યાન બીપરજાેય વાવાઝોડાની સંભવિત અસરો અન્વયે સરકારની સૂચના અન્વયે કામ બંધ કરી સાઈટ પાસે આજ કંપનીના અન્ય ત્રણના બાર્જ પાસે સલામતીને ધ્યાને લઈ છ થી સાત અલગ અલગ સ્થળોને જાેડાતા સખ્ત દોરડાથી બાંધી આ બાર્જ રાખેલ. જેનું ધ્યાન રાખવા તેમના ખલાશીઓને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ઉપર રાખી તેના માલિક દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવતું હતું. જે દરમ્યાન તારીખ ૧૪-૬-૨૩નાં રોજ મરીન પોલીસ દ્વારા તેમને મળેલ સૂચના અન્વયે સાગર કિનારા ઉપરથી માણસોને સલામત જગ્યા ઉપર શિફટ કરવાની કામગીરી અન્વયે આ બાર્જમાં રહેલા તેના ખલાશીઓ ચાલ્યા ગયા બાદ તારિખ ૧૫ સવારથી ૧૬ સાંજ સુધીમાં બીપરજાેય વાવાઝોડાનાં તોફાની પવનમાં આ સાઈટ ઉપર રહેલા એસ.પી.સિંગલાના ત્રણ અને પોતાનું એક મળી કુલ ચાર બાર્જ ગુમ થયેલ હોવાનું જણાતા તેના માલિક દ્વારા તાત્કાલિક બોટ દ્વારા સમુદ્રમાં તપાસ હાથ ધરી સૌરાષ્ટ્રનાં નાના મોટા બંદરો ઉપર માણસો દોડાવી તપાસ હાથ ધરતા આ ક્રિષ્ના બાર્જ ક્યાંયથી બિનવારસું મળી આવેલ નથી. જ્યારે તેની બાજુમાં લાંગારેલા અને બાંધેલા ત્રણ અન્ય બાર્જ બેટ દ્વારકા પાછળથી કિનારા ઉપર બિનવારસું નુકશાનીગ્રસ્ત મળી આવતા માલિક દ્વારા હવાઈ સર્વેક્ષણ માટે કોસ્ટ ગાર્ડની મદદ માંગવામાં આવ્યા બાદ બંદર અધિકારી મરીન પોલીસની મદદ માંગી આ લાપતા થયેલ બાર્જને શોધવાનાં પ્રયાસો હાથ ધરવા છતાં આજ એક સપ્તાહથી તેનું સમુદ્રમાં ક્યાંય લોકેશન ના મળતા અહીંના શીપિંગ ઉદ્યોગમાં ચિંતા વ્યાપ્યાનું બહાર આવેલ છે.