Saturday, September 23

ગીર-સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિરના સાંનિધ્યમાં સૌએ સામુહિક યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

0

સોમનાથ મંદિરના ચોપાટી ગ્રાઉન્ડમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ ઉપર નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર એચ.કે. વઢવાણિયા, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, પોલીસવડા મનોહરસિંહ જાડેજા, પાલીકા પ્રમુખ પીયુષ ફોફંડી સહિતના જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, શાળા-કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ તેમજ સ્થાનિક લોકો ઉપરાંત ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ એકી સાથે યોગ કર્યા હતા. આ તકે સ્વામિનારાયણ દ્રોણેશ્વર ગુરુકુળની વિદ્યાર્થીનીઓએ યોગ નિદર્શન કર્યુ હતું. સાથે જ ઉપસ્થિત તમામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યું હતું.

error: Content is protected !!