ઓખા નગર પાલિકાનાં સુરજકરાડી આરંભડા વિસ્તારમાં એક સપ્તાહથી વિજપુરવઠો બંધ !

0

પ્રજાની ધીરજ ખુટી : પીવાનું પાણી, જીવન જરૂરી વસ્તુઓ અને અનાજનાં લોટની મુશ્કેલી : વેપારીઓનાં વેપારને અસર, ફ્રીજ બંધ હોવાથી દૂધ, છાસ, આઈસ્ક્રીમનાં ધંધાર્થીઓને નુકશાની

બિપોરજાેય વાવાઝોડાની અસર હજુ પણ ઓખા નગરપાલિકાના સુરજકરાડી આરંભડા વિસ્તારમાંથી વિદાય લીધી નથી ! ખાસ કરીને પીજીવીસીએલએ હજુ સુધી વીજ પુરવઠો આપવાની કામગીરી પૂર્ણ કરેલ ન હોવાથી છેલ્લા એક સપ્તાહથી સુરજકરાડી-આરંભડા વિસ્તારનાં નાગરિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકાઈ ગયા છે. ખાસ કરીને અનાજનો લોટ, પીવાનું પાણી અને ઘર વપરાશની ચીજ વસ્તુઓના ફાંફાં પડી રહ્યા છે. વાવાઝોડા પછી ચીજ વસ્તુઓની હાડમારી તો હતી જ પરંતુ વીજ પુરવઠો ન હોવાથી અનાજ દળવાની ઘંટીઓ બંધ હોવાથી અનાજનો લોટ, દૂધ-છાશ ઉપરાંત અનેક ચીજ વસ્તુઓની તંગી હોવાથી ખાસ કરીને ગૃહિણીઓ મુસીબતમાં મુકાયેલી છે. સુરજકરાડી આરંભડા વિસ્તારની ગૃહિણીઓ તેમજ નાગરિકોનો ધીરજ ખૂટતા સુરજકરાડી હાઇવે રોડ ઉપર આવીને ૩૦૦ થી ૪૦૦ લોકોએ હાઇવે ઉપર ચકાજામ કરેલ હતું. આ ચકાજામને દૂર કરવા માટે થઈને મીઠાપુર પોલીસે તમામને રોડ ઉપરથી એક તરફ હંકાર્યા હતા અને આગેવાનોએ વિદ્યુત પુરવઠો વહેલો ચાલુ કરવાની શરતે મહિલાઓ અને પુરૂષોએ રોડનો ચકા જામ દૂર કર્યો હતો. અત્યારે આ લખાય છે ત્યારે આરંભડાના અમુક વિસ્તારોમાં તેમજ સુરજકરાડીનાં અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ થયેલ છે પરંતુ હજુ ૫૦% વિસ્તારમાં લાઈટ આવેલ નથી. હવે જાેવાનું એ રહે છે કે જાે આજે વીજ પુરવઠો ચાલુ નહીં થાય તો આવતીકાલની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ બનશે. સાયકલોન વખતે ગૃહમંત્રી અને કેન્દ્રીય મંત્રીની હાજરી હોવાથી તાલુકા જીલ્લાનું સરકારી તંત્ર એલર્ટ મોડમાં હતું. પરંતુ તેઓના ગયા બાદ સરકારી તંત્ર અને ફોટા પડાવવા વાળા આગેવાનો પ્રજાનાં પ્રશ્નોને લઈને કયાંયે ડોકાતા નથી.

error: Content is protected !!