રાજયના માછીમારોની બોટો અને ખેડુતોના પાકોને થયેલ નુકસાની અંગે સત્વરે સર્વે કરાવી વળતર ચુકવો

0

વિધાનસભાના ઉપદંડક વિમલ ચુડાસમા કૃષિ મંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી

બિપોરજાેય વાવાઝોડા દરમ્યાન સમગ્ર રાજ્યભરમાં દરિયા કિનારાના વિસ્તારના ખેડૂતોના ઉભા બાગાયતી પાકો તથા બંદરો ઉપર લાંગરેલ ફિશીંગ બોટો અને હોડીઓને ભારે નુકશાન પહોંચ્યું હોય જેને લઈ તાત્કાલિક ધોરણે સર્વે કરાવી યોગ્ય વળતર ચુકવવાની માંગણી સાથે વિધાનસભાના ઉપદંડક એવા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા કૃષિ મંત્રીને રૂબરૂ મળીને તથા મુખ્યમંત્રીને લેખિત રજુઆત પાઠવી માંગણી કરી છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરેલ રજુઆતમાં જણાવેલ કે, વાવાઝોડા સમયે કેટલાય દિવસો સુધી અરબી સમુદ્ર ગાંડોતુર બન્યો હોવાથી મત્સ્યદ્યોગ ક્ષેત્રના સૌથી મોટા વેરાવળ સહિતના બંદરોએ લાંગરેલ ફિશીંગ બોટો અને હોડીઓને વિકરાળ મોજાને થપાટો લાગવાના કારણે ભારે નુકશાન પહોંચ્યું છે તો ઘણી હોડીઓ દરિયામાં તણાઈ જતા માછીમારોને મોટું નુકસાન થયુ છે. જેના કારણે માછીમારો બેહાલ બની ગયા હોય આગામી નવી સીઝનમાં માછીમારી કેમ કરવી તે પ્રશ્ન સતાવી રહ્યો છે. જાે તે ફિશીંગમાં નહીં જાય તો પરીવારનું ગુજરાન કેમ ચાલશે ? જાે સરકાર મદદ નહીં કરે તો લાખો માછીમારો ઉપર મોટું સંકટ મંડરાય રહ્યુ છે. ત્યારે આ બાબતે વ્હેલીતકે ઘટતું કરી માછીમારોને નુકસાનીનું વળતર ચુકવવા માંગણી છે. વધુમાં જણાવેલ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડુતોના નાળિયેરી, ચીકુ, કેળ, નાગરવેલ જેવા અન્ય ઊભા બાગાયતી પાકોને પણ ભારે નુકસાન પહોચ્યુ છે. છેલ્લા પાંચેક વર્ષ દરમ્યાન આવેલ અનેક કુદરતી આફતોના કારણે ખેડૂતો તથા માછીમારોને વારંવાર નુકશાન થવાથી બંન્નેની આર્થિક પરિસ્થિતી કથળેલી છે. એવા સમયે આવેલ તાજેતરના વાવાઝોડાએ ફરી ખેડુતો અને માછીમારોની હાલત બગાડી નાંખેલ હોય ત્યારે મદદરૂપ થવા સત્વરે સર્વે કરાવી વળતર ચુકવવા માંગણી છે.

error: Content is protected !!