જૂનાગઢમાં આવેલી શ્રી પ્રેમાનંદ સ્કૂલમાં ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમના કુલ ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ-સ્ટાફએ વિવિધ યોગાસનો કરી ઉજવણી કરી હતી. સુઆયોજન પૂર્વક વિદ્યાર્થીઓએ જ મંચ ઉપરથી યોગ પ્રદર્શન કરી યોગ્ય સૂચનો સાથે સૌને યોગાસનો કરાવ્યા હતા. શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓએ આજે એવો નિર્ધાર કર્યો હતો કે હવેથી તેઓ દરરોજ નિયમિત રીતે પોતાના ઘરે યોગ સાધના કરશે. સ્વસ્થ, મન તથા તંદુરસ્ત તન સાથે ઉતમ જીવન જીવી પોતાની શક્તિઓ ભારત રાષ્ટ્રને સમર્પિત કરશે. યોગ દિવસ નિમીતે સંસ્થાના સ્થાપક શ્રી મુકતાનંદજી બાપુએ યોગને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે ઉતમ ગણાવેલ છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓને નિયમીત યોગ કરવા અપીલ પણ કરી છે. ઉપરાંત શિક્ષણશાસ્ત્રી ચેરમેન ગિજુભાઈ ભરાડએ જણાવ્યું હતું કે તેઓ પોતે ૮૫ વર્ષની ઉમરે નિયમીત યોગ કરે છે અને જેથી આ ઉમરે પણ પોતાનું સ્વાસ્થ તંદુરસ્ત જાળવી રાખે છે. શ્રી પ્રેમાનંદ સ્કૂલના ડાયરેકટર ડો. માતંગ પુરોહિતની યાદીમાં જણાવાયું છે કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોજાયેલ આ ખાસ કાર્યક્રમમાં જૂનાગઢ તાલુકા કાનૂની સેવા સમિતી પણ સહભાગી થઇ હતી. ઉપરાંત ગુજરાત યોગ બોર્ડના પુષ્પાબેન તથા અન્ય યોગ સાધક બહેનોએ પણ ઉપસ્તિથ રહી યોગાસનો કરી તેનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવેલ હતું.