વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી કડોદરાના ગેસ્ટહાઉસમાંથી યુવતી સાથે ઝડપાતા ભારે ચકચાર

0

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે હોટલમાં પહોંચ્યા હતા અને યુવતીનો પતિ પહોંચી જતા ભાંડો ફુટો

વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણી સુરતના કડોદરાના ગેસ્ટહાઉસમાં બુકાનીધારી મહિલાને લઈને પહોંચ્યા હોય અને આ બાબતે સમગ્ર મામલો બહાર આવતા રાજકીય વર્તુળમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે અને દિવસ દરમ્યાન વિડીયો વાઈરલ થતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી.આમ આદમી પાર્ટી સાથે જાેડાયેલા એક નેતાનો વીડિયો વાઈરલ થતાં રાજકીય વાતાવરણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. આ વાઈરલ વીડિયો સુરત શહેરની નજીક કડોદરાની એક હોટલના સીસીટીવીનો છે. વાઈરલ વીડિયોમાં આપના ધારાસભ્ય સુરત શહેરની નજીક કડોદરાની એક હોટલમાં યુવતી સાથે આવે છે અને તેની સાથે રૂમમાં જતાં દ્રશ્યો દેખાય છે. આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જાેર પકડ્યું છે. આ વાઈરલ વીડિયોમાં જે સીસીટીવી સામે આવ્યા છે એમાં મહિલા સાથે જે વ્યક્તિ ઊભી છે તે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. યુવતી સાથે નજીકનો સંબંધ હોવાને લીધે તેઓ અહીં હોટલમાં રૂમમાં સમય પસાર કરી રહ્યા હતા. આ બાબતની જાણ તેના પતિને થતાં તે પોતે અહીં પહોંચી ગયો અને તેના આવતાંની સાથે જ ધારાસભ્ય મોઢા ઉપર રૂમાલ રાખીને હોટલ છોડીને નીકળી ગયા. આ વીડિયો સામે આવતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની વાત રાજકીય રીતે પણ જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે. દરમ્યાન વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણીએ જણાવ્યું હતું કે, તેઓને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુપત ભાયાણી સામે કોરોના લોકડાઉન વખતે એમ્બ્યુલન્સમાં ચોકીથી મહિલા, બાળકોને લાવવા અંગે જાહેરનામા ભંગનો ગુનો પણ નોંધાયો હતો. એ વખતે તેઓ ધારાસભ્ય ન હતા. તેઓને થોડા સમય માટે ભેંસાણ ગ્રામ પંચાયતમાંથી પણ પદ ઉપરથી દુર કરાયા હતા. તેઓ હાઈકોર્ટમાં કેસ જીતી જતા ફરી સત્તારૂઢ થયા હતા.

error: Content is protected !!