જૂનાગઢમાં એસટી બસના ચાલકે બાઈકસવાર દંપતીને હડફેટે લીધું, પત્નીના માથા ઉપર વ્હિલ ફરી વળતા ઘટનાસ્થળે જ થયેલ મૃત્યું : પતિ ઘાયલ

0

જૂનાગઢ મધુરમ તરફથી આવતા પતિ-પત્નીને ગોજારો અકસ્માત નડ્યો હતો. વેરાવળથી આવતી એસટી બસે મોતીબાગ અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર પાસે એસટી બસે બાઈક ઠોકર મારતા પત્નીનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અને પતિ ઇજાગ્રસ્ત થયા હતા. બાઈક ચાલક રાજુભાઈ મકવાણા પોતાની પત્ની સાથે મધુરમ થી પોતાના ઘરે ગિરનાર દરવાજા ભરડાવાવ તરફ જતા હતા ત્યારે અચાનક જ પાછળથી એસટીએ ઠોકર મારતા તેમના પત્ની વીજુબેન મકવાણા ઉંમર ૪૫ વર્ષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ અકસ્માતથી રોડ ઉપર લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા અને રોડ ઉપર લોહીના ખાબોચિયાં જાેવા મળ્યા હતા. જૂનાગઢમાં લોકોએ આ અકસ્માત રોડના અધૂરા કામના લીધે થયા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે રાહદારી દિનેશભાઈ એ જણાવ્યું હતું કે જે અકસ્માત થયો છે તેનું મૂળ કારણ અહીંના રસ્તા છે આ રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક થાય છે જેને કારણે બસ પણ જઈ નથી શકતી સાઇડ ઉપર જ્યારે બાઈક જતું હોય ત્યારે રસ્તાના કારણે બીજું વાહન ઓવરટેક કરવામાં પણ ડર લાગે છે. હાલમાં જ એક મહિલાનું માથા ઉપર એસટીનું ટાયર ફરી વળ્યું હતું. રોડ રસ્તા બાબતે જૂનાગઢની જનતા ટેક્સ ભરે છે છતાં પણ રસ્તાની સારી સુવિધા મળતી નથી હાલમાં ચોમાસાની સિઝન છે તો માણસો આવનાર સમયમાં હજુ પણ કેટલા હેરાન થશે. બીજી તરફ કેરી વેચવા માટેના વેપારીઓ પણ આ રસ્તે ઉભા રહી જાય છે જેને કારણે લોકોને અવરજવરમાં પણ હેરાનગતિ ભોગવી પડે છે. ત્યારે મધુરમ વિસ્તારમાં પણ રોડ ઉપર લારી ગલ્લા વાળાઓ પોતાની લારીઓ ઉભી રાખી શાકભાજી ફ્રુટ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે ત્યારે લોકો જ્યારે અહીં ખરીદી કરવા આવે છે ત્યારે પોતાના વાહન રોડ ઉપર જ ના છૂટકે પાર્ક કરવા પડે છે જેને કારણે અવારનવાર અકસ્માતના બનાવો પણ બને છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના આવા લોકો ઉપર પગલાં લેવામાં આવતા નથી.

error: Content is protected !!