ઓખામાં બેટરી ચોરી પ્રકરણ સંદર્ભે ભીમરાણાનો શખ્સ ઝડપાયો

0

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલા બે ટ્રકમાંથી રૂા.૧૦,૦૦૦ની કિંમતની બેટરીની ચોરી થયા અંગેની ફરિયાદ બુધવાર તા.૨૮ના રોજ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણ સંદર્ભે જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી તથા સુરેશભાઈ વાનરીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુરના આરંભડા વિસ્તારમાંથી ભીમરાણા ગામના ગૌરવ અશોકભાઈ ભાયાણી નામના ૨૪ વર્ષના શખ્સને ઉપરોક્ત ચોરીના મુદ્દામાલ બે બેટરી સાથે દબોચી લઈ, વધુ તપાસ અર્થે તેનો કબજાે મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

error: Content is protected !!