ગુરૂપર્ણિમા નિમિત્તે વેરાવળની મહિલા કોલેજમાં ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

0

મહિલા આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ વેરાવળમાં ગુરૂપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનોને તિલક, પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડો. બંધિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. વાળા, કવિ વિનોદભાઈ વ્યાસ તથા કોલેજના પ્રોફેસરોએ ગુરૂપૂર્ણિમાનું જીવનમાં મહત્વ, ગુરૂ-શિષ્યના સંબંધો વિશે વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ગુરૂનો મહિમા વિષય ઉપર વક્તવ્ય, ગીતો અને ભજનો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન અધ્યાપક ડો. પુષ્પાબેન વાઢેળ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ કોલેજમાં ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!