Tuesday, September 26

દ્વારકા : જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રથમ આતુર્માસનો પ્રારંભ

0

ધર્મનગરી દ્વારકામાં નવ નિયુક્ત અને અભિષિક્ત અનંતશ્રી વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું પ્રથમ ચાતુર્માસ્ય વ્રતાનુષ્ઠાન પ્રારંભ થયું છે. આ ચાતુર્માસ્ય વ્રતાનુષ્ઠાન, અંતર્ગત ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવામાં આવ્યો હતો. આ ગુરૂ પૂર્ણિમા મહોત્સમાં ગુરૂ વ્યાસ પૂજન તથા ચાતુર્માસ સંકલ્પ, ભગવાન દ્વારકધીશના શિખર ઉપર નૂતન ધ્વજા આરોહરણ, પૂજ્ય મહારાજશ્રીનું પાદુકા પૂજન સંપન્ન થયું તથા સમગ્ર સનાતન ધર્મપ્રેમી પુજ્ય મહારાજશ્રીના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. વિશેષમાં ચાતુર્માસ દરમ્યાન શ્રી શારદાપીઠ, દ્વારકામાં પૂજય શંકરાચાર્ય મહારાજશ્રી સવારે ૧૦ થી ૧૨ સુધી બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય સ્વાધ્યાય ઉપર પ્રવચન કરશે તથા સાંજે ૬ થી ૮ સુધી શ્રીમદ્‌ ભગવદ ગીતા શાંકરભાષ્ય ઉપર પ્રવચન કરશે.

error: Content is protected !!