જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નાગપંચમીની ભાવભેર ઉજવણી

0

અષાઢ વદ પાંચમ એટલે નાગપંચમીનું પર્વ આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મનાવવામાં આવી રહેલ છે. ખાસ કરીને લોહાણા રઘુવંશી સમાજની આ નાગપંચમી કહેવામાં આવે છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના લોહાણા રઘુવંશી સમાજના પરિવારજનો દ્વારા નાગદેવતાનું પૂજન કરવામાં આવેલ હતું. આજે જૂનાગઢ શહેરમાં આવેલા નાગદેવતાના મંદિર તેમજ જ્ઞાતિના ગોરમહારાજના ઘરે સવારથી જ લોહાણા રઘુવંશી પરિવારો દ્વારા શાસ્ત્રોકત વિધી સાથે નાગદેવતાનું પૂજન કરવામાં આવેલ હતું. નાગદેવતાને નાગલા ચડાવી, નિવૈદ્ય ધરાવી, પ્રસાદ ધરાવી અને પોતાના પરિવારની રક્ષા તેમજ સૌનું કલ્યાણ કરવાની ભાવના વ્યકત કરવામાં આવી હતી.

error: Content is protected !!