સોરઠના માણાવદર, ભેંસાણ, વિસાવદર સહિતના તાલુકામાં વરસાદ

0

માણાવદર અઢી ઈંચ, ભેંસાણ સાડા ચાર ઈંચ, વિસાવદર બે ઈંચ, મેંદરડા એક ઈંચ વરસાદ નોંધાયો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તાજેતરમાં જ ભારે વરસાદ પડયો હતો અને આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તરોમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જૂનાગઢ જીલ્લાના ૧૦ ડેમો ઓવરફલો થયા હતા અને આ દરમ્યાન ભારે વરસાદ બાદ હળવાથી ભારે વરસાદના ઝાંપટા વચ્ચે વરાપ જેવું વાતાવરણ નીકળ્યું હતું. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ જીલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ પડયાના અહેવાલ છે. આજે સવારે ૬ કલાકે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન વિવિધ તાલુમાં પડેલા વરસાદ અનુસાર માણાવદરમાં ૬૦ મીમી, વંથલી ૪ મીમી, જૂનાગઢ ગ્રામ્ય ૧૩ મીમી, ભેંસાણ ૧૦૮ મીમી, વિસાવદર ૪૯ મીમી, મેંદરડા રપ મીમી, કેશોદ ૮ મીમી, માંગરોળ ૬ મીમી, માળીયા હાટીના ર૩ મીમી અને જૂનાગઢ સીટી ૧૩ મીમી જેવો વરસાદ નોંધાયો છે.

error: Content is protected !!