Thursday, September 28

માળીયા હાટીનાના વિરડી ગામે ચાર દિવસ પૂર્વે કારડીયા યુવાનની થયેલ હત્યામાં હત્યારી પત્ની અને તેના પ્રેમીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

0

આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ માળીયા હાટીનાના વિરડી ગામે કારડીયા યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર(ઉ.વ.૪૦)ની માળીયા હાટીના તરફ જતા રોડ ઉપર આવેલ પુલ નીચેથી લાશ મળતા માળીયા પોલીસે તપાસ શરૂ કરી આ હત્યાના બનાવમાં મૃતકનાં પત્ની સુધાબેન અને તેનો પ્રેમી ભરતભાઈ નાથાભાઈ વાઢીયા રહે.અમરાપુર વાળાના નામ ખુલતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગવી ઢબે પૂછપરછ કરી હતી. ત્યારે બંને આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. બંને આરોપીના૧૦ દિવસના રિમાન્ડની કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા. માળીયા હાટીના કોર્ટ બંને આરોપીના ૪ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

error: Content is protected !!