જૂનાગઢ શહેરમાં માર્ગ ઉપર રખડતા ઢોરનો અડીંગો : મનપા તંત્ર દ્વારા તત્કાલ કામગીરી કરવા માંગ

0

જૂનાગઢ શહેરના કેટલાક માર્ગો તો એવા છે કે, અહિં વાહનો કરતા રખડતા ભટકતા પશુનો જમાવડો વધુ હોય છે. આવા પશુઓ જાણે રસ્તા રોકો આંદોલનમાં ઉતર્યા હોય તેમ આખો રસ્તો રોકી બેઠા હોય છે. પરિણામે રસ્તા ઉપરથી વાહન લઇને પસાર થવુું કેમ તેવો સવાલ વાહન ચાલકોને મુંજવી રહ્યો છે. જાેકે, પશુપ્રેમી મનપા આવા પશુને રસ્તા ઉપરથી હટાવવાની ગુસ્તાખી કરતું નથી, બોલો ! આવા પશુના કારણે રસ્તા ઉપર ગંદકી થાય છે તેમજ ક્યારેક ભટકીને આડેઘડ રીતે ભાગતા આ પશુુઓના કારણે ગંભીર અકસ્માત પણ સર્જાયા છે. કેટલાક કીસ્સામાંતો પશુના કારણે થયેલા અકસ્માતમાં વ્યક્તિ મોતને પણ ભેંટી છે. તેમ છતાં રસ્તા ઉપર રહેલા આવા પશુને પકડવાની કામગીરી મનપા કરતું નથી. ત્યારે આવા પશુ ફરી કોઇ ગંભીર અકસ્માત સર્જે તે પહેલા તેને રસ્તા ઉપરથી દૂર કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.

error: Content is protected !!