સતત એક કિલોમીટર સ્ટ્રેચર સાથે ચાલીને કલ્યાણપુર પંથકના મહિલાની ૧૦૮ ટીમ દ્વારા સઘન સારવાર અપાઈ

0

કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા જાંજીબેન નામના ૫૫ વર્ષના પ્રૌઢા બેભાન થઈ જતા આ અંગે ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને રાણ-લીંબડી લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચવા નીકળી હતી. ખાખરડા ગામના વાડી વિસ્તારમાં જતા અહીં રસ્તો ખૂબ જ હોવાના કારણે એમ્બ્યુલન્સ એક સ્થળે રાખી અને આ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. દશરથભાઈ રામ અને પાયલોટ અક્ષયભાઈએ એક કિલોમીટર મહિલાના ઘર સુધી ચાલતા જઈ અને બીમાર રહેલા જાંઝીબેનને સ્ટ્રેચર ઉપર લાવી અને ૧૦૮ માં જરૂરી સારવાર આપી હતી. ત્યારબાદ આ મહિલા દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાતા નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

error: Content is protected !!