Saturday, September 23

લોકમેળામાં વિવિધ પ્લોટ/રાઈડ્‌સની ડ્રો અને હરાજીના ફોર્મ ભરવા માટે ૧૪ જૂલાઈ છેલ્લો દિવસ

0

અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીમાં કુલ ૨૬૯ ફોર્મ ભરાયા

રેસકોર્ષ મેદાન ખાતે તા.૫ થી ૯ સપ્ટેમ્બર જન્માષ્ટમી લોકમેળો યોજાનાર છે. જે અંતર્ગત લોકમેળામાં યાંત્રિક રાઈડ્‌સ, ખાણીપીણી, રમકડાં, આઈસ્ક્રીમ વગેરે જેવી વિવિધ કેટેગરીના કુલ ૩૫૫ જેટલા પ્લોટ માટે ડ્રો/હરાજી થનાર છે. જે માટે રાજકોટ શહેરમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારી શહેર-૧, જૂની કલેકટર કચેરી કંપાઉન્ડ ખાતેથી તથા ઈન્ડીયન બેંક, ત્રિકોણ બાગ ખાતેથી તા.૩ જૂલાઈ, ૨૦૨૩ના રોજથી લોકમેળા માટેના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. જે અન્વયે અત્યારસુધીમાં વિવિધ કેટેગરીના કુલ ૨૬૯ ફોર્મ ભરાયા છે. ત્યારે હજુ ફોર્મ ભરવાને ત્રણ દિવસની વાર છે. ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ ૧૪ જુલાઈ હોવાથી રસ ધરાવતા લોકોને લોકમેળામાં વિવિધ કેટેગરીમાં ફોર્મ ભરવા તંત્રનો અનુરોધ છે.

error: Content is protected !!