નારી સમૃદ્ધ તો દેશ સમૃદ્ધઃ રાજ્યમાં મહિલા ઉત્કર્ષ ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી : ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોને છેલ્લા ૩ માસમાં અપાયું ૩૫૦ કરોડનું ધિરાણ

0

ગુજરાત રાજ્યમાં ૩.૧૧ લાખ સ્વસહાય જૂથો ૪૦૧.૧૫ કરોડ રૂપિયાનું બચત ભંડોળ ધરાવે છે
દેશનાં વિકાસમાં મહિલાઓ મહત્ત્વનો ફાળો આપી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મહિલા ઉત્કર્ષ ક્ષેત્રે પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે. આ દેશની નારીને આર્ત્મનિભર બનાવીને તેના થકી પરિવાર અને દેશની ઉન્નતિની સંકલ્પનાને સાર્થક કરવા “રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન”(દ્ગઇન્સ્) હેઠળ સ્વ-સહાય જૂથોની પ્રવૃત્તિઓને વેગ અપાઈ રહ્યો છે. જે અંતર્ગત આ જૂથો સાથે જરૂરિયાતમંદ મહિલાઓને જાેડવામાં આવે છે. જૂથમાં જાેડાયા પછી મહિલાઓ સ્વરોજગારી માટે બેંકમાંથી આવશ્યક ધિરાણ મેળવી શકે છે. આમ આજીવિકાનો આધાર મજબૂત કરીને મહિલાઓ સ્વમાન સાથે સ્વાવલંબી જીવન જીવી શકે છે. રાજ્યમાં છેલ્લા ત્રિમાસિક ગાળામાં મહિલા સંચાલિત ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથો વિવિધ બેન્કોમાંથી ૩૫૦ કરોડનું ધિરાણ મેળવીને નારી સશક્તિકરણનું કાર્ય આગળ વધારી રહ્યા છે. સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી લઈને ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં ગુજરાત રાજ્યમાં આશરે ૩,૧૧,૧૦૬ સ્વસહાય જૂથ (સેલ્ફ હેલ્પ ગ્રૂપ)ના ૩૦,૧૮,૩૫૪ સભ્યો વિવિધ બેન્કોમાં નોંધાયેલા છે. આ જૂથોના ખાતાઓમાં ૪૦૧.૧૫ કરોડ રૂપિયાનું બચત ભંડોળ જમા થયેલું છે. આમાંથી માત્ર મહિલા સંચાલિત હોય તેવા ૨,૮૦,૧૭૮ સ્વસહાય જૂથ છે. જેમાં ૨૭,૫૩,૭૭૧ સભ્યો નોંધાયેલા છે. જેમના ખાતામાં ૩૨૮.૭૨ કરોડ જેવું માતબર ભંડોળ એકત્રિત થયેલું છે. ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં, ૨૯,૬૦૨ સ્વસહાય જૂથને વિવિધ રાષ્ટ્રીયકૃત, સહકારી, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક, ખાનગી તેમજ સ્મોલ ફાઇનાન્સ બેન્કો મળીને કુલ ૨૨ બેન્કો મારફત ૩૯૩.૨૧ કરોડની લોન આપવામાં આવી છે. જેમાંથી ૨૨,૬૩૨ જૂથ નવા હતા, જેમને ૩૦૫.૩૫ કરોડની લોન આપવામાં આવેલી છે. આ સ્વસહાય જૂથોમાંથી ૨૫,૭૯૨ જૂથ માત્ર મહિલા સંચાલિત છે. જેમને ૩૫૦.૮૨ કરોડની લોન આપવામાં આવેલી છે. જેમાંથી ૧૯,૫૫૩ ગ્રૂપ નવા છે, જેમને ૨૭૦.૯૨ કરોડની લોન આપવામાં આવેલી છે. નોંધનીય છે કે, સ્વ-સહાય જૂથો(જીૐય્જ) દેશની વિકાસ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એક અનૌપચારિક જૂથ છે, જેમાં લોકોનું જૂથ સાથે મળીને તેમની સમસ્યાઓ હલ કરવા માટે કામ કરે છે. આ સિવાય સ્વ-સહાય જૂથો પરિસ્થિતિ અને જરૂરિયાતને આધારે ઘણાં વિવિધ હેતુઓ માટે પણ કામ કરે છે.
શું છે સ્વસહાય જૂથ ?
સ્વ સહાય જૂથ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રૂપ(જીૐય્જ) એ સામાન્ય-ગરીબ-જરૂરિયાતમંદ લોકોનો નાનો સમૂહ છે. આ જૂથમાં મોટાભાગના સભ્યો એકસરખી સમસ્યાઓ ધરાવતા હોય છે, જેઓ એકબીજાને મદદ કરે છે એટલે કે સમસ્યાઓ ઉકેલે છે. એસ.એચ.જી. તેમના સભ્યોને નાની બચત માટે પ્રેરિત કરે છે અને આ બચત એસ.એચ.જી.ના નામે સામાન્ય ફંડ રૂપે બેંકમાં જમા કરવામાં આવે છે. જ્યારે કોઈ સભ્યને પૈસાની જરૂર હોય ત્યારે જૂથ પોતાના સભ્યોને તેમના સામાન્ય ભંડોળમાંથી નાની લોનના રૂપમાં ભંડોળ પૂરૂ પાડે છે. સામાન્ય રીતે આ જૂથોમાં સભ્યોની સંખ્યા ૧૦થી ૨૦ સુધીની હોય છે. મધ્યમ વર્ગ અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને આર્ત્મનિભર બનાવવામાં સ્વ-સહાય જૂથોનો મહત્વનો ફાળો છે. એસ.એચ.જી. જૂથના સભ્યોને તેમની આવક વધારવા, તેમના જીવનધોરણ અને સમાજમાં સ્થિતિ સુધારવા માટે સક્ષમ બનાવે છે. તે સમાજના આ વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રેરકબળ તરીકે કામ કરે છે.

error: Content is protected !!