પ્રાંત અધિકારી જ્વલંત રાવલના સતત પ્રયત્નોને મળી સફળતા
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ લાંબા સમયથી શરૂ હોવા છતાં કામ પૂરૂ થવાનું નામ નથી લેતું અને ઘણા બધા સ્થનોએ આ કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવું જ એક કામ ઘણા લાંબા સમયથી ઉના બાયપાસનું અધૂરૂ હોય શહેરની મધ્યરમાંથી પસાર થતાં લોડેડ વાહનોના કારણે અનેક અકસ્માતોમાં લોકોએ પોતાના પરિજનોને ખોયા છે. અનેક રજુઆતો નેશનલ હાઇવે ઓથોરિટીને કરવામાં આવી કોઈ પરિણામ ન આવતા આ સમસ્યાને લઈ ઉના પ્રાંત અધિકારી જ્વલંત રાવલ સમક્ષ પણ રજુવાતો કરવામાં આવી જેને તેમણે ગંભીરતાથી લઈ અને નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરના સતત સંપર્કમાં રહી આ કામ પૂર્ણ કરાવેલ અને તારીખ ૯/૭ અને રવિવારના રોજ આ બાયપાસ ખુલ્લો મુકાતો શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. અધિકારીની સક્રિયતાથી મુશ્કિલ અને જટિલ સમસ્યાઓનું પણ અંત આવી શકે છે. એવો એક દાખલો પ્રાંત અધિકારી રાવલએ બેસાડ્યો છે અને બીજા વિભાગો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.