આપણે ઘણી વાર સાંભળ્યુંછે કે મંદિરમાં મૂર્તિ દૂધ પાણી પીય રહી છે. આવા અનેક સમાચાર અત્યાર સુધી સામે આવ્યા છે. હવે વાત કરીએ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામની જ્યાં પણ આવી ઘટના સામે આવી છે. શિવ મંદિરમાં પોઠિયો દૂધ અને પાણી પી રહ્યો છે. આ વાત વાયુવેગે ફેલાવવાની સાથે જ અનેક લોકો શિવ મંદિરે પોઠિયાને પાણી પીવડાવવા અને દૂધ પીવડાવવા માટે પહોંચ્યા હતા. જ્યારે હોય શ્રદ્ધા ત્યાં પુરાવાની જરૂર નથી રહેતી જ્યારે વાત ફેલાય છે. તો ખુદ અનુભૂતિ કરવા ત્યાં લોકો મંદિરે તરફ ખેંચાઈ છે. શિવ મંદિરમાં શિવનો કોઠીયો દૂધ પાણી પીતો હોવાની ઘટના સામે આવે છે. કળીયુગમાં ચમત્કારને નમસ્કાર કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. વાતને સત્ય ઠરાવી હતી. શિવ મંદિરના પુજારી કલ્પેશ બાપુએ સહ પરિવાર પોઠીયાને ચમચીથી પાણી પાયું હતું. ચમત્કારથી ચેતો અને અંધ શ્રદ્ધા નાબુદ કરવા જન વિજ્ઞાન જાથા ટીમ સતત કાર્યશીલ રહે છે. પોઠીયો દુધ પાણી પીવે છે આ ઘટના અંગે ખુલાસો કરવા અમારા પ્રેસ પ્રતીનીધીએ વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાનો સંપર્ક કરી માહીતી મેળવી હતી. જે ઘટનાને વિજ્ઞાન જાથાએ નકારી કાઢી છે. સાથે આવી ઘટનાઓ બાબતે વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું છે કે, આજ કાલ ભારતમાં નવા નવા કર્તોકો નવા નવા ચમત્કારો બનવાની ઘટનાઓ સામે આવે છે. આવી ઘટનાઓ વિજ્ઞાન ક્રીયા કાળને આધારે બનતી હોય છે જેને ચમત્કાર માનવો નહી જાગૃત લોકો અંદરથી દુઃખી થાય છે કે આપણે કઈ સદિ તરફ જય રહ્યા છીએ. કેશોદ પંથકના નાની ઘંસારી ગામે દુધ અને પાણી પીવાની ઘટના બની જયંત પંડયા દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે. માત્રને માત્ર વિજ્ઞાનના નિયમ આધારીત કિસાકરસણ બકનળી પૃષ્ઠતાના કારણે અવી ઘટનાઓ બનતી હોય છે તેમજ સ્સીટીરીયાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. આમાં કોઈ જાતનો ચમત્કાર નથી. વૈજ્ઞાન જાથા જયંત પંડ્યા એવા ચમત્કારની રાહ જાેઇ રહ્યા છે કે ભારત ભરની અંદર ગરીબી મોંઘવારી આપસના અંદર જગડાઓ જાતી કોમના ભેદભાવ દુર થઈ જાય એવા ચમત્કરની રાહ જાેય રહ્યા છે. મુર્તી કે નંદી પાણી, દુધ પીવે એ લોકો ચમત્કાર માને છે, શ્રદ્ધા સાથે નમસ્કાર કરે છે જયારે વિજ્ઞાનની દ્રષ્ટિએ એ ચમત્કાર નથી.