સૌરાષ્ટ્ર તરફથી રમતાં જૂનાગઢના પાર્થ ભૂતની દેવધર ટ્રોફીમાં પસંદગી

0

વન ડે ટુર્નામેન્ટ માટે વેસ્ટ ઝોનની ટીમ જાહેર : જૂનાગઢના ક્રિકેટર પાર્થ ભૂતની પસંદગી

દેશના છ ઝોનની ટીમ વચ્ચે આગામી તા.૨૪ થી તા.૩ ઓગસ્ટથી દેવધર ટ્રોફી વન ડે ટુર્નામેન્ટનો પોંડિચેરી ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. વન ડે ટુર્નામેન્ટ પૂર્વે વેસ્ટ ઝોનની ટીમ જાહેર કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી રમતા જૂનાગઢના પાર્થ ભૂતની વેસ્ટ ઝોનની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે બદલ જૂનાગઢ ડિસ્ત્રિક્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ પાર્થ કોટેચા એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહનો આભાર માન્યો હતો. ઉપરાંત જણાવ્યું કે, જયદેવભાઈ શાહના માર્ગદર્શન હેઠળ તેમની પૂરી ટીમ નાના ગામના ખેલાડીઓની પ્રતિભા પારખી પારદર્શક સીલેક્સન કરી અને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. તેમજ પાર્થ ભૂતની દેવધર ટ્રોફીમાં પસંદગી થવા બદલ જૂનાગઢ ક્રિકેટ એસો. પ્રમુખ પાર્થ કોટેચા, ઉપ પ્રમુખ પાર્થ ધુલેસિયા, સેક્રેટરી અર્જુન રાડાએ પાર્થ ભૂતને અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!