જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે ખડીયા ગામે ગુડાજલી નદીના કાંઠેથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને કુલ રૂા.૩પ,૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જામકા ચોકડી નજીક બોલેરોએ મોટરસાઈકલને હડફેટે લેતા મહિલાનું મૃત્યું
જૂનાગઢ તાલુકાના જામકા ચોકડી નજીક અકસ્માતના બનેલા એક બનાવમાં ઈજાગ્રસ્ત મહિલાનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર, મેંદરડા તાલુકાના ઈટાળી ગામના મુળ રહેવાસી અને હાલ ભરૂચ દહેજ બાયપાસ ખાતે રહેતા હર્ષદભાઈ ખીમજીભાઈ બાલધા(ઉ.વ.પ૭)એ બોલેરો પીકઅપ ફોરવ્હીલ નંબર જીજે-૦૩-બીટી-ર૩૬પના ચાલક વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, બોલેરોના ચાલકે વાહન બેફીકરાઈથી ચલાવી અને ફરીયાદીના કાકા નાનજીભાઈના હવાલાવાળી મોટરસાઈકલ સાથે વાહન ભટકાવી હડફેટે લઈ અકસ્માત સર્જાતા નાનજીભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડેલ છે. જયારે ફરિયાદીના કાકી કંચનબેનનું ગંભીર ઈજા થવાથી મૃત્યું થયું છે. આ બનાવ તા.૮-૭-ર૦ર૩ના જામકા ચોકડી નજીક બનેલ છે અને તા.૧૦-૭-ર૦ર૩ના પોલીસમાં ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મેંદરડા અંબાળા રોડ ઉપર અકસ્માત : એકનું મૃત્યું
મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામના બાબુભાઈ જીવરાજભાઈ બગથરીયા(ઉ.વ.૭ર)એ એકસેસ મોપેડ મોટરસાઈકલ નંબર જીજે-૦૧-પીએફ-ર૮૬૧ના ચાલક દિપકભાઈ ભાણજીભાઈ જાપડીયા વિરૂધ્ધ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં અને જણાવેલ છે કે મનસુખભાઈ જીવરાજભાઈ બગથરીયા તથા દિપકભાઈ ભાણજીભાઈ જાપડીયા મોટરસાકઈલ નંબર જીજે-૦૧-પીએફ-ર૮૬૧ વાળીમાં મેંદરડાથી ડેડકીયાળી ગામે જતા હતા એ વખતે દિપકભાઈ ભાણજીભાઈ જાપડીયાએ પોતાના હવાલાનું મોટરસાઈકલ પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી મોટરસાઈકલ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયેલ જેમાં મનસુખભાઈ જીવરાજભાઈ બગથરીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી તથા પોતાને પણ શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડયા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.