જૂનાગઢ જિલ્લાના ૩૧૩ ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન દૂર : ઓઝત-૨ ડેમ ૭૮ ટકા ભરવામાં આવ્યો

0

ઓઝત-૨ જળસંપતિ યોજનાથી ૪૩ ગામના ખેડૂતોને સિંચાઈ માટે મળે છે પાણી : ૯૪૦૦ હેક્ટરના પિયતને લાભ

જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો અને ૩૧૩ ગામોની જીવાદોરી સમાન ઓઝત-૨ ડેમ સીઝનના પ્રથમ જ વરસાદમાં ૭૮ ટકા જેટલો ભરવામાં આવ્યો છે. સાથે જ આ ડેમ ૪૩ ગામોના ખેડૂતોને ૯૪૦૦ હેકટરમાં સિંચાઈનું પાણી પણ પૂરૂ પાડે છે. આમ, જિલ્લામાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. બાદલપુર ગામ પાસેના ઓઝત-૨ જળ સંપત્તિ યોજનાના સેક્શન ઓફિસર શ્રી ડી.ડી. ભારાઈ કહે છે કે, ૨૫ દરવાજા ધરાવતા આ ડેમના સારા વરસાદના પગલે ૧૦ જેટલા દરવાજા દોઢ મીટર સુધીના ખોલવામાં આવ્યા હતા. હાલ આ ડેમના પાણીના આવકના પ્રવાહને ધ્યાનમાં રાખીને બે દરવાજા અડધા ફુટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. તેઓ જણાવે છે કે, ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમને પૂર્ણ સપાટીએ ભરવામાં આવે છે. હાલ ઓઝત – ૨ની ૭૬.૫૦ મીટરની સપાટી છે. ડેમની પૂર્ણ સપાટી ૭૭.૫૦ મીટરની છે. એટલે કે એફ.આર.એલ(Full Reservior Level) સુધી ચોમાસુ આગળ વધે તેમ તબક્કાવાર ભરવામાં આવે છે. અત્યારે ડેમ એટલા માટે પૂર્ણ સપાટી ભરવામાં નથી આવતો કે, ફ્લડની સ્થિતિને નિયંત્રિત કરી શકાય. ઓઝત-૨ ડેમની ૩૬.૨૦ મિલિયન ઘન મીટર પાણીનો જથ્થો સમાવવાની ક્ષમતા છે. જે પીવાના પાણી માટે પ્રતિદિન અંદાજે ૪ કરોડ લીટર જેટલું પાણી પૂરૂ પાડી શકે છે. ઉપરાંત ૯૪૦૦ હેક્ટરમાં આ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આ સાથે ડી.ડી. ભારાઈએ જણાવ્યું કે કાર્યપાલક ઈજનેર ઉકાણીના માર્ગદર્શનમાં ઓઝત-૨ સંપત્તિ યોજના ઉપર સતત મોનિટરિંગ- દેખરેખ રાખવામાં આવી રહી છે

error: Content is protected !!