ખંભાળિયા લાયન્સ ક્લબના નવા હોદ્દેદારો વરાયા

0

ખંભાળિયા શહેરમાં નિયમિત રીતે અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા લાયન્સ ક્લબના આગામી લાયન વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આગામી વર્ષના પ્રમુખ તરીકે, શહેરના અગ્રણી સેવાભાવી મહિલા નિમિષાબેન નકુમ, સેક્રેટરી તરીકે સિનિયર સદસ્ય હાડાભા જામ, ટ્રેઝરર તરીકે મહિલા અગ્રણી ચંદાબેન મોદી, ઉપપ્રમુખ તરીકે કેતનભાઈ બરછા અને એભાભાઈ કરમુરની સાથે તેમની ટીમની વરણી કરવામાં આવી છે. આ ટીમની વરણી પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં લાયન સભ્યોએ નવા વરાયેલા સૌ હોદ્દેદારોને અભિનંદન આપી, શુભેચ્છાઓ પાઠવી હતી. નવા વરાયેલા પ્રમુખ, નિમિષાબેન નકુમ અને સમગ્ર ટીમે આગામી વર્ષમાં વધુને વધુ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સેવાની જ્યોત અવિરત રીતે જલાવી રાખવાનો નિર્ધાર કરી, તેઓમાં મુકેલા વિશ્વાસને સાર્થક કરવા ખાતરી આપી હતી.

error: Content is protected !!