ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી

0

જૂનાગઢમાં ડો.હરિભાઈ ગોધાણી કેમ્પસ જાેષીપુરા ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સલગ્ન તમામ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બી.કોમ. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ વસ્તી સમસ્યા અને નિવારણ અને લગતી થીમ ઉપર સુંદર નાટક રજૂ કરવામાં આવ્યો હતો. આ દિવસ અનુરૂપ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બી.એસસી.,બી.કોમ. અને બી.સી.એ.ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં બી.સી.એ. વિજેતા અને બી.કોમ. અંગ્રેજી માધ્યમ ઉપ વિજેતા જાહેર થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી અને અન્ય ટ્રસ્ટીઓ હાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને અનુરૂપ ટ્રસ્ટી અરવિંદભાઈ પાઘડારએ પોતાના વક્તવ્યમાં આપણા દેશમાં વધતી વસ્તી એક સમસ્યા છે તેમજ તેમણે ગ્રીન એનર્જી, બાયો ડાઇવર્સિટી, સિંગલ યુઝ પ્લાસ્ટિક નિયંત્રણ જંગલ તેમજ કુદરતી તેમજ પુન પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતનું વ્યવસ્થિત ઉપયોગ કરવો જાેઈએ. પ્રસંગોચિત અધ્યક્ષીય ઉદબોધનમાં ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયાએ જણાવ્યું કે આપણા દેશની વસ્તીની બેરિંગ ક્ષમતા, દેશની વસ્તીનું જરૂરિયાત મુજબનું વ્યવસ્થાપન કરવું અને યોગ્ય નિવારણ કરવું જાેઈએ. આ તકે ટ્રસ્ટી વિનુભાઈ અકબરી, કેમ્પસ ડાયરેક્ટર સી.પી. રાણપરીયા, શિક્ષણ નિયામક એચ.પી. પોલરા, વહીવટી અધિકારી કે.પી. ગજેરા, હોસ્ટેલ નિયામક આર.વી. રફાળીયા તેમજ શાળા અને કોલેજના વડાઓ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માતૃશ્રી કાળીબા ગોરધનભાઈ ઢોલરીયા મહિલા બીબીએ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!