દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી
ઈન્ટરનેટનો ઉપયોગ અનિવાર્ય હોવાનો લાભ લઇ કેટલાક તકસાધુ લોકો સાયબર ક્રાઇમની માયાઝાળમાં ફસાવી છેતરપીંડી વિશ્વાસઘાતના ગુનાઓ આચરતા હોય છે. દેવભુમી દ્વારકા જિલ્લામાં બનતા આવા પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓનો અભ્યાસ કરતા નાના વર્ગના લોકો વધુ પ્રમાણમાં ભોગ બનતા હોવાનું ધ્યાને આવતા, જે બાબતને સંવેદનશીલ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ અને મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકાના રૂપિયા બંદર વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષના એક યુવાનના ભાઇની દિકરી જેની ઉમર ૫ વર્ષની હોય , તેણી યુ-ટયુબમાં વિડીયો જાેતી વખતે આવેલી એડમાં ભુલમાં ટચ થઇ જતા, ક્રેડીટનાઉ નામની ઇન્સ્ટન્ટ લોનની એપ મોબાઇલમાં ડાઉનલોડ થઇ ગયેલ હતી. બાદમાં તા. ૯ માર્ચના રોજ ફરીયાદીને તેમના મોબાઇલ ડીવાઇઝમાં ક્રેડીટનાઉ નામની એપ્લીકેશન જાેવામાં આવતા, ફરીયાદી દ્વારા આ એપ ખોલતા, તેને જાણવા મળેલ કે આ એપ્લીકેશનના માધ્યમથી લોન મળી શકે છે. બાદમાં આ એપમાં ફરીયાદી આગળ વધતા ફરીયાદીના મોબાઇલના ફોટા, કોન્ટેકટ, મેસેઝ વિગેરે જેવી અંગત માહિતીના એકસેસ એપ દ્વારા લઇ લેવામાં આવેલ. ફરીયાદી દ્વારા આ એપમાં આગળ વધતા લોન મેળવવા સારૂ આધારકાર્ડ, પાન કાર્ડ અને ફરીયાદીનો સેલ્ફી ફોટો અપલોડ કરેલ હતો. તેમજ ફરીયાદી દ્વારા તેમની બેંકને લગતી વિગતો આ એપમાં દાખલ કરેલ, બાદમાં એપના માધ્યમથી જાણવા મળેલ કે ફરીયાદીની રૂા.૩,૦૦૦/-ની લોન મંજુર થયેલ છે. તુરંત બાદ ફરીયાદીએ તેમની બેંકમાં ચેક કરતા તેમાં રૂા.૧૮૦૦ની લોન જમા થયેલ હતી. તેમજ રૂા.૧૨૦૦ પ્રોસેસીંગ ફી કપાયા હોવાનુ જાણવા મળેલ હતું. પાંચ દિવસ બાદ આ આરોપીઓ દ્વારા વિદેશના મોબાઇલ નંબરોની વોટસએપ મારફતે રૂા.૩,૦૦૦/- લોનની રકમ ભરપાઇ કરી, લોન કલોઝ કરવા અવાર- નવાર વોટ્સએપમાં મેસેઝ કરવામાં આવતા. બાદમાં ફરીયાદી દ્વારા તે રકમની ઓનલાઇન ચુકવણી કરી દઇ લોન ક્લોઝ કરવામાં આવેલ. લોન કલોઝ થતા ફરીવાર આપો-આપ ફરીયાદીના ખાતામાં લોન જમા કરી દેવામાં આવેલ. જે રકમ પણ ફરીયાદી દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી ભરપાય કરી દેવામાં આવેલ હતી. બાદમાં ફરીયાદીએ આરોપીને જણાવેલ કે, હવે કોઇ લોનની જરૂરીયાત નથી તેમજ હવે કોઇ લોન મારા ખાતામાં જમા ન કરવી. તેમ કહેતા આ કામના આરોપીઓ દ્વારા ફરીયાદીના ફોટાને એડીટ કરી, બિભત્સ બનાવી. વિદેશી મોબાઇલ નંબરથી વોટ્સએપ મારફતે ફરીયાદીને મોકલેલ અને ધમકી આપેલ કે લોન નહી ભરી તો ફરીયાદીના બિભત્સ ફોટાઓ સોશ્યલ મીડીયામા અપલોડ કરશે. બાદમાં આરોપીઓએ ફરીયાદીના મીત્રો તથા સગા સબંધીઓના મોબાઇલમાં ફરીયાદીના ન્યુડ/બિભત્સ ફોટા મોકલેલ તેમજ તેમા ફરીયાદીના નામનો ઉલ્લેખ કરી લખાણ કરેલ કે, ફરીયાદીએ અમારી પાસેથી લોન લીધેલ છે અને હવે ભરતો નથી. બાદમાં ફરીયાદીના મિત્રો તથા સગા-સબંધીઓ આ બાબતે તેમને પુછતા ફરીયાદી ડરી જઇ, લોનની રકમ વારંવાર ભરપાઇ કરવા લાગેલ, જાે ફરીયાદી લોનની રકમ ભરપાઇ કરવાની ના પડે તો આરોપીઓ દ્વારા ફરીયાદીના ન્યુડ ફોટા ફરીયાદીના તમામ કોન્ટેક્ટ લીસ્ટવાળાને તેમજ ફેસબુલ, ઇન્સ્ટાગ્રામ વિગેરે જેવા સોશયલ મીડીયામા વાયરલ કરવાની ધમકી આપતા. એ રીતે આરોપીઓ દ્વારા કુલ રૂા. ૬૧,૦૦૦ પડાવી લીધેલ. જેથી ફરીયાદીને છેતરપીંડી થયેલાનું માલુમ પડતા, આ બાબતે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પરથી ગુનો દાખલ કરી સાયબર ક્રાઇમ સેલને તપાસ સોંપવામાં આવી હતી. આ પ્રકરણમાં જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરવા માટે ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેકટર એ.વાય. બ્લોચને સુચના માર્ગદર્શન આપેલ હતા. જે સંદર્ભે મેન્યુઅલ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આ ગુનામાં બિહાર રાજ્યના જમુઈ જિલ્લાના રોશનકુમાર વિજયપ્રસાદ સીંઘ નામનો શખ્સ સંડોવાયેલો હોવાના પુરાવાના આધારે આરોપીને સુરત ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે અત્રે લાવીને ધરપકડ કરવામાં આવેલ છે. માત્ર ૧૨ ચોપડી ભણેલા આરોપી રોશનકુમાર વિજયપ્રસાદ સીંઘ ટ્રાન્સફર તથા ઓનલાઇન સરકારી યોજનાઓના ફોર્મ ભરવાનું કામ કરતો હતો. આરોપીઓએ આયોજનબદ્ધ રીતે છેતરપીંડી કરવા માટે કાવતરૂ રચી તે અનુસંધાને આરોપીઓ યુ- ટ્યુબ તથા ગુગલ પ્લે સ્ટોરમાં તેમની ઇન્સ્ટન્ટ લોનની એપ્લિકેશન અપલોડ કરતા હતા. યુ-ટ્યુબમાં એડવર્ટાઇઝ ફિલ્ડમાં આ એપની એડ મુકી, નાગરીકોને ઇન્સ્ટન્ટ લોન મેળવવા માટેની લોભામણી જાહેરાતો કરી, મોબાઇલ ફોનમાં એપ ઇન્સ્ટોલ કરાવતા હતા. જે એપ ઇન્સ્ટોલ કરતા તેમાં કોન્ટેકટ, કેમેરા, ફોટાઓ, વિડીયો વિગેરે જેવા મોબાઇલ ફોનના અગત્યના ડેટાના એકસેસ લેવાની મંજુરી માંગે છે. જેથી તે એપ મોબાઇલ ફોનનો ડેટા સ્ટોર કરી લે છે. બાદમાં નાગરીકોના પાન કાર્ડ અને આધારકાર્ડ તથા બેંકને લગતી માહિતી અપલોડ કરવા જણાવે છે. જે માહિતી અપલોડ કરતાની સાથે જ પ્રોસેસીંગ ફી કપાઇ બાકીની રકમ લોન સ્વરૂપે નાગરીકોના ખાતામાં જમા થઇ જાય છે. બાદમાં પાંચ-છ દિવસ પછી આરોપીઓ વિદેશી મોબાઇલ નંબર ઉપરથી વોટસએપ કોલ-મેસેજ કરવાના ચાલુ કરી, તે વોટસએપ દ્વારા નાગરીકોને ઉંચા વ્યાજદર સાથે લોનની ભરપાઇ કરવા માટે ધમકી આપે છે. નાગરીકો દ્વારા આવી લોનની ભરપાઇ કરવામાં આવે તો પણ નાગરીકોને સહમતી વગર બીજાે લોન જમા કરી દેવામાં આવે છે. એ રીતે અવાર-નવાર લોન જમા કરી, વધુ નાણાની માંગણી કરવામાં આવે છે. તેમજ આરોપીઓ ધાક-ધમકી આપે છે કે, જાે નાગરીકો દ્વારા નાણા ચુકવવામાં નહિ આવે તો, તેમના મોબાઇલ ફોનમાં સેવ (સ્ટોર) કરેલ તમામ મોબાઇલ નંબરમાં ભોગ બનનારનો ફોટો મોર્ફ કરી, બિભત્સ બનાવી મોકલવામાં આવશે. તેમજ આરોપીઓ ભોગ બનનારનો ફોટો મોર્ફ (એડીટ) કરી, ભોગ બનનારના મિત્રો તથા સગા-સબંધીને મોકલે છે અને ભોગ બનનારને ડરાવી-ધમકાવી નાણા પડાવે છે. એ રીતે નાગરીકો ડરી જઇ અવાર-નવાર ઉંચા વ્યાજદર તથા લોનની રકમની ચુકવણી કરતા હોય છે. એ રીતે આરોપીઓ એકસંપ થઇ આયોજનબદ્ધ રીતે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતા હોવાના અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે જે અંગે તપાસ ચાલુ છે. આ રીતે ઘણા લોકો સાથે છેતરપીંડી કરેલ હોવાની કબુલાત કરેલ છે. આ આરોપી સામે સુરત શહેર રાંદેર પોલીસ સ્ટેશનમાં, સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં, અમદાવાદના વટવા પોલીસ મથકમાં, પણ છેતરપિંડી સહિતના ગુનાઓ નોંધાયા છે. આ પ્રકરણની તપાસ હાલ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેકટર એ.વાય. બ્લોચ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ વડા દ્વારા દ્વારકા જિલ્લાની જનતા જાેગ અપીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, આપને નાણાની જરૂર હોય તો, કયારેય ઓનલાઇન માધ્યમો જેવા કે, યુ-ટ્યુબ, પ્લેસ્ટોર વિગેરે જેવા પ્લેટફોર્મ ઉપરથી ઇન્સ્ટન્ટ લોન જેવી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહિ. તેમજ કોઇ પણ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરતી વખતે તેમા પરમીશન માંગવામાં આવતી હોય છે, જે તમારા મોબાઇલ ફોનનું એકસેસ લઇ મહત્વનો ડેટા લઇ લે છે. જેથી આવી પરમીશન આપતા પહેલા વિચારો, આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો. તમારી સાથે કોઇપણ સાયબર ફ્રોડનો બનાવ બને તાત્કાલીક દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.