શિવમ્‌ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી કંકાસા ગામે મહાવદિયા દંપતિ દ્વારા ચક્ષુદાન સંકલ્પપત્ર ભરાયા

0

તા.૧ર-૭-૨૦૨૩, બુધવારના રોજ કંકાસા ગામના વતની કમલેશકુમાર દાનાભાઈ મહાવદિયા તેમજ તેમના ધર્મપત્ન પ્રિયલબેન કમલેશભાઈ મહાવદિયાએ તેમની મેરેજ એનિવર્સરી નિમિતે સજાેડે નેત્રદાનનો સંકલ્પ કર્યો છે. જે સંકલ્પપત્રનો લોએજ ગામના રાણાભાઈ ચાંડેરા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. મહાવદિયા દંપતિએ તેમના લગ્નની વર્ષગાંઠના દિવસે નેત્રદાનનો સંકલ્પ કરી આજના યુવાનો અને યુવતીઓ માટે એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. તેમના આ ચક્ષુદાનનાં સદ વિચારને શિવમ ચક્ષુદાન આરેણા બિરદાવે છે અને બન્ને દંપતિને લગ્ન વર્ષગાંઠની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવે છે.

error: Content is protected !!