મારૂ બુથ સૌથી મજબૂત અંતર્ગત ભોપાલ ખાતે પ્રધાનમંત્રીનો સંવાદ કાર્યક્રમ અને રાજસ્થાન વિસ્તારક તરીકે ગયેલા જૂનાગઢના કાર્યકરોને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે બિરદાવ્યા

0

બીજેપી મિડિયા વિભાગ સંજય પંડ્યાની યાદી જણાવે છે કે ૨૭ જુન ૨૦૨૩ના રોજ ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના ૧૦ લાખ બુથો પર લાખો કાર્યકર્તાઓ સાથે સૌથી મોટો સંવાદ કરેલ ત્યારે આ કાર્યક્રમમા હાજરી આપવા માટે જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ વિસ્તારકો શૈલેષ વાઢીયા, જીત તેરૈયા, ભાવેશ પોશીયા, અજય સોમાણી, સાગર વઘેરા, હિતેશ ભાટીયા, શંભુભાઈ ગૌસ્વામી પ્રજ્ઞેશ રાવલ ભોપાલ, મધ્યપ્રદેશ અને ત્યાથી રાજસ્થાન ખાતે એક અઠવાડીયું મેરા બુથ સબસે મજબુત અંતર્ગત વિસ્તારક તરીકે ગયાં હતાં. ત્યાંથી પરત ફર્યા બાદ જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા સાથે દરેક વિસ્તારકોએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની મુલાકાત લીધી હતી ત્યારે સી.આર.પાટીલએ દરેક કાર્યકરોને બિરદાવ્યા હતા અને ભવિષ્યમાં દેશ અને પક્ષ માટે વધુ સેવા કરતાં રહો તેવી શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!