દરિદ્રનારાયણની સેવા એટલે પ્રભુ સેવા : ડો.ચિંતન યાદવ(એમ.ડી. પલ્મોનોલોજીસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ) : ડો. ચિંતન યાદવ અને તેમની ટીમની સફળ કામગીરીથી અનેક લોકોને મળ્યું નવું જીવનદાન
જૂનાગઢની આસ્થા હોસ્પિટલ એટલે દરિદ્રનારાયણની સેવામાં હર હંમેશા માટે તત્પર રહેનારી હોસ્પિટલ આ કાર્યરત હોસ્પિટલને ત્રણ વર્ષ પુરા થતા ચોથા વર્ષમાં મંગલ પ્રવેશની સાથે એમની કાર્યસૂચીને ધ્યાનમાં રાખીને જૂનાગઢની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ડો.ચિંતન યાદવનું સન્માન કરવામાં આવ્યું હતું. સેવાકીય સંસ્થાના આગેવાનો દ્વારા હોસ્પિટલના ડો.ચિંતન યાદવ વિશે કહ્યું કે, આ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ખૂબ જ સહાયરૂપ અને કોરોનાકાળમાં સરાહનીય રહી હતી. આ હોસ્પિટલમાં ક્રિટિકલ કેસ જેવા કે હૃદય રોગનો હુમલો, પેરાલીસીસ, એલર્જી, મગજ, કિડની-લીવર, ફેફસા, ઝેરીદવા, સર્પદંશ, ઝેરી કમળો, ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અનેક પ્રકારના દર્દીઓની સારવાર કરીને નવજીવન આપવામાં અગ્રેસર રહ્યા છે. આ ઉપરાંત આસ્થા હોસ્પિટલમાં વાતાવરણની એલર્જીના સ્પેશિયાલિસ્ટ, પેટ રોગ અને જનરલ સર્જન, માનસિક રોગ સહિતની ડોક્ટર્સઓની સુવિધાઓ ઉપલબ્ધ છે. એમનો પણ લાભ લેવા અનુરોધ કર્યો છે. ડો.ચિંતન યાદવે સત્યમ સેવા યુવક મંડળ, બાબા મિત્ર મંડળ, ગિરનારી ગ્રુપ, બાપા સીતારામ ગ્રુપ, સર્વોદય બ્લડ બેન્ક સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓમાંથી પધારેલા મનસુખભાઈ વાજા, કે કે ગોસાઈબાપુ, જયેશબાપુ ગૌસ્વામી, ડો.પાનસુરીયા, દિનેશભાઇ રામાણી, સમીરભાઈ દતાણી, સમીરભાઈ દવે, હેમાંગભાઈ પંડ્યા, સંજયભાઈ બુહેચા, ભાર્ગવભાઈ દેવમુરારી, સંજયભાઈ મહેતા, કિશોરભાઈ પટોળીયા, અશ્વિનભાઈ લાધાણી, વિજયભાઈ વાઢીયા, ડો.હર્ષભાઈ બાલાસ, લાલાભાઇ નંદાણીયા ડાયરેક્ટર એપીએમસી માંગરોળ, મિલનભાઈ કેલૈયા, જયેશભાઈ ભરડવા સહિતના તમામ શુભેચ્છકોનો આભાર માન્યો હતો.