આષાઢ કૃષ્ણ દશમી શ્રી શારદાપીઠ દ્વારકા ખાતે ચાલી રહેલ ચાતુર્માસ્ય વ્રત અનુષ્ઠાનના સાયં સત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રવચનમાં સમાજને વ્યસન મુક્ત બનાવવા વિશેષ ભાર મૂક્યો હતો. મહારાજજીએ કહ્યું મનુષ્યને ધર્મ પ્રત્યે નિષ્ઠા જેટલી દ્રઢ હશે એટલું જ એનું જીવન સુખમય બનશે. જીવનમાં આવતી મુશ્કેલીઓ અને દુઃખોથી દૂર થવા માટે મનુષ્યએ શાસ્ત્રો અને ગ્રંથોનું અધ્યયન કરવું જાેઈએ. શાસ્ત્રોને સમજવા સંતો અને ગુરૂજનોના શરણમાં જવું જેથી શાસ્ત્રોનો સાચો અર્થ જાણી શકાય. અને જે ગુરૂની શરણમાં જાય છે તેને ગુરૂ ભવસાગરથી તરવાનો સરળ રસ્તો બતાવી આપે છે અને મનુષ્ય જીવનનું ચરમ સુખ પ્રાપ્ત એટલે કે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.