જૂનાગઢમાં વૃદ્ધે ધોરણ-૯ની વિદ્યાર્થિનીને અડપલા કર્યા : ચકચાર

0

જૂનાગઢમાં પાડોશીના ઘરે ફૂટપટ્ટી લેવા ગયેલ એક સગીર વયની છાત્રાની વૃદ્ધે છેડતી કરતા ચકચાર મચી ગઈ છે. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં રહેતી અને ૯માં ધોરણમાં અભ્યાસ કરતી એક ૧૪ વર્ષીય સગીરા પ્રોજેક્ટ બનાવવા માટે બુધવારે સવારે પાડોશમાં રહેતા કિશોર નિમાવત નામના ૬૩ વર્ષિય વૃદ્ધના ઘરે ફૂટપટ્ટી લેવા માટે ગઈ હતી. આ વૃદ્ધના ઘરે તેના પત્ની હતા નહીં અને ફૂટપટ્ટી લેવા આવેલ સગીરા ઉપર તેની દાનત બગડી હતી. કિશોર નિમાવતે ભાન ભૂલીને પૌત્રી જેવડી ઉંમરની સગીરા સાથે અડપલા કર્યા હતા. આ હરકતથી સગીરા હતપ્રભ થઈ ગઈ હતી. બાદમાં વૃદ્ધના સંકજામાંથી છટકીને આ સગીરા પોતાના ઘરે પહોંચી હતી અને તેણી ઉપર પરિવારજનોને જણાવી હતી. સગીરાની કથની સાંભળીને તેનો પરિવાર ચોકી ઉઠ્‌યો હતો. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પોલીસે કિશોર નિમાવત સામે ૩૫૪ તેમજ પોકસો એક્ટ સહિતની કલમ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. સીપીઆઈ વસાવાએ તપાસ હાથ ધરીને કિશોર નિમાવતની અટકાયત કરી છે.

error: Content is protected !!