જૂનાગઢમાં અવસર જવેલર્સ નામની દુકાનમાંથી અંદાજીત પાંચ લાખની ચોરી

0

જૂનાગઢના ગીરીરાજ રોડ ઉપર આવેલા અવસર જવેલર્સ નામની દુકાનમાં ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે સુર્યનગર સોસાયટી ખાતે રહેતા ચિરાગભાઈ દિલીપભાઈ ચરડવા(ઉ.વ.૪૩)એ અનિકેત ગીરીશભાઈ ઝીંઝુવાડીયા રહે.નવા નાગરવાડા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧-૬-ર૦૧૯થી તા.ર૩-પ-ર૦ર૩ દરમ્યાનના સમય ગાળા દરમ્યાન આરોપીએ ફરિયાદીની અવસર જવેલર્સ નામની દુકાનમાં કામ કરી દુકાનનો વહિવટ સંભાળી અને વિશ્વાસ કેળવી દુકાનમાંથી રોકડ તથા સોનાના દાગીના, સોનાનો ભંગાર, સોનાની ગીની મળી કુલ રૂા.૪ થી પ લાખની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદમાં જુગાર રમતી સાત મહિલાને પોલીસે ઝડપી લીધી
કેશોદ પોલીસે રણછોડનગર વિસ્તારમાં જુગાર રમતી સાત મહિલાઓને રૂા.૧૩૪૦ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

મેંદરડા સામા કાંઠા વિસ્તારમાં ઝેરી દવા પીતા મૃત્યું
જૂનાગઢ તાલુકાના સામા કાંઠા વિસ્તારમાં બનેલા એક બનાવમાં નાથાભાઈ રામભાઈ ચૌહાણ(ઉ.વ.ર૪) ધંધો મંજુરી તથા માલઢોરનો છે. દરમ્યાન તેને અંદાજે ૧પ૦ જેટલા બકરા હોય અને છેલ્લા બે-અઢી મહિનાથી બિમારી આવતા ૩પ થી ૪૦ બકરા મરી ગયેલ હોય જેથી મૃતક સતત ચિંતામાં રહેતા હોય અને બીજી કોઈ આજીવિકા ન હોય જેથી પોતાની મેળે ઝેરી દવા પી ગયેલ અને તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં સાઈકલ ઉપરથી પડી જતા ૭પ વર્ષના વૃધ્ધનું મૃત્યું
જૂનાગઢના આર્દશનગર, ઝુલેલાલ મંદિર પાસે રહેતા કિસનચંદ ગીધુમલ વાઘવાણી(ઉ.વ.૭પ) સાઈકલમાંથી પડી જતા તેઓને ઈજા તથા તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંગરોળના મુકતુપુર ગામેથી જુગાર રમતા સાત સામે કાર્યવાહી
માંગરોળ મરીન પોલીસે મુકતુપુર ગામ કણબીવાવ સીમ વિસ્તારમાં ગઈકાલે જુગાર અંગે દરોડો પાડતા બે શખ્સોને રૂા.૬ર,ર૩૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. ત્યારે આ રેડ દરમ્યાન પાંચ શખ્સો નાસી છુટયા હતા. પોલીસે કુલ સાત શખ્સો વિરૂધ્ધ જુગાર ધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!