ઉના તાલુકાના સનખડા ગામે યુવાનની હત્યા

0

ઉના તાલુકાના સનખડા ગામનો પરણિત યુવાન દોલુભાઈ ધીરૂભાઈ ઝાલા(ઉ.વ.૩૫) કોઈ કામ માટે ઉના તાલુકાના માણેકપુર ગામે ગયેલ હતા અને માણેકપુર-દુધાળા ગામના રોડ ઉપર બાવળના ઝાડ પાસે કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ પણ કારણસર તિક્ષણ હથિયાર વતી હુમલો કરી હાથ, પગ અને માથામાં ગંભીર ઈજાઓ કરતા આ બનાવની જાણ તેમના પરિવારને થતા તુરંત સ્થળ ઉપર પહોંચી સારવાર માટે ઉના હોસ્પિટલે લાવવામાં આવેલ હતા. સ્થિતિ ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા અને ત્યાં સારવાર મળે તે પહેલા મોત થયું હતું અને આ અંગે તેમના પરિવારએ નવાબંદર મરીન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ અજાણ્યા ઈસમોએને પકડવા તજવીજ હાથ ધરી છે.

error: Content is protected !!