એક વર્ષમાં ૩૦ થી વધારે જાેબફેર દ્વારા એક હજારથી વધુ ઉમેદવારો પસંદગી થઈ
જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારોને રોજગારીની તકો મળે તે હેતુથી ખાનગી ક્ષેત્રનાં નોકરીદાતાઓ અને રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે હેતુથી ઔદ્યોગિક ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૨૫૭ ખાલી જગ્યાની નોંધણી કરવામાં આવી હતી. જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૩૪ જાેબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૦૩૪ જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. રોજગાર કચેરીનાં સંપર્કમાં આવતા ઉમેદવારોને વધુ અભ્યાસની તકો, નોકરીની તકો, સંરક્ષણ દળોમાં રોજગારી તથા સ્વરોજગારી વિષયક માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. આ સાથે શાળા-કોલેજાેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ શાળા કોલેજનાં શિક્ષકો દ્વારા વધુ અભ્યાસની તકો, નોકરીની તકો, સ્વરોજગારી અંગે વ્યવસાય માર્ગદર્શન અને માહિતી મળે તે માટે દેવભૂમિ દ્વારકા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૧૭ શાળાઓ તથા એક કોલેજમાં કેરિયર કોર્નર ચલાવવાં આવે છે. વર્ષ ૨૨-૨૩માં કુલ ૫૦ વ્યક્તિગત માર્ગદર્શન, ૩૦૭ જુથ વાર્તાલાપ, ૧૦૩૨ નોંધણી સમયે માર્ગદર્શન, ૨૦૨ જુના કેશોનું પુનઃમુલ્યાંકનની માહિતી આપવામાં આવી છે. રાજ્યનાં યુવાનોની શારીરિક ક્ષમતામાં વધારો થાય અને સંરક્ષણ દળો જેવા કે, આર્મી, નેવી, એરફોર્સ, પેરા મીલીટરી ફોર્સ, પોલીસ ફોર્સ વગેરેમાં કારકિર્દી બનાવવા આગળ આવે તે માટે સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ અંગેની યોજના અમલમાં મુકવામા આવી છે. જેમાં વિદ્યાર્થીઓને ૩૦ દિવસની શારિરીક ક્ષમતા માટે અને લેખીત પરીક્ષા માટેની રહેવા અને જમવાનો ખર્ચ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે. સાથે સાથે ઉમેદવારોને પ્રતિદિનના ૧૦૦ રૂપિયા લેખે સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવે છે. દેવભુમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારો ધરેબેઠા રોજગારલક્ષી, અભ્યાસલક્ષી અને વ્યવસાયલક્ષી સચોટ તથા અદ્યતન માહિતી મળી શકે તે માટે રોજગાર સેવા સેતુ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. જેના નંબરઃ ૬૩૫૭૩૯૦૩૯૦ છે. ઉમેદવારો દ્વારા કોલ સેન્ટર નંબર દ્વારા માહિતી મેળવી શકે છે. જેમાં વર્ષ ગત વર્ષે ૨૪૭ ઉમેવારોને કોલ સેન્ટર દ્વારા માહિતી આપવમાં આવેલ છે. જિલ્લાના યુવાનોને ઓનલાઈન નોકરીની માહિતી મળી શકે તે માટે અનુબંધમ વેબ પોર્ટલ વર્ષ ગત વર્ષે ૩૪ જાેબફેર, ૭૭૦ જાેબસીકર, ૫૭ નોકારીદાતાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર કચેરીનાં દફ્તરે નોંધાયેલ રોજગાર મેળવવા ઈચ્છતા ઉમેદવારોને સ્વરોજગારી ક્ષેત્રે તકો પ્રાપ્ત થાય અને સ્વરોજગાર તરફ વળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજકલ્યાણ કચેરી, લીડ બેંક વિગેરેનાં સહયોગમાં રહી સ્વરોગારી શિબિરોનું આયોજન કરી હાજર રહેલા ઉમેદવરોને સરકારની વિવિધ યોજનાઓ અને એજન્સીઓ દ્વારા અપાતી લોન, સહાય, સબસીડી, ધંધા વિષયક માહિતી વિગેરે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. વર્ષ ૨૨-૨૩માં ચાર શિબિરોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.