ભારે વરસાદને પગલે માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધી મંડળે મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જાેટવા, પૂર્વ ધારાસભ્યો અમરીશભાઈ ડેર, ભીખાભાઈ જાેશી, બાબુભાઈ વાજા, જુનાગઢ જીલ્લા પ્રમુખ ભરતભાઈ હીરપરા, માંગરોળ માર્કેટીંગ યાર્ડના ચેરમેન વાલાભાઈ ખેર, માંગરોળ તા.પં. પૂર્વ પ્રમુખ કાનાભાઈ રામ, જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કાસીબભાઈ શમા સહિતના આગેવાનોએ લોકોની સમસ્યાઓ સાંભળી હતી. આ તકે આગેવાનોએ લીલો દુકાળ જાહેર કરી અસરગ્રસ્તોને કેશડોલ આપવા, ખેડુતો અને પશુપાલકોને થયેલ નુકશાનનો સર્વે કરી સહાય મંજુર કરવા, અધુરી કેનાલનું કામ પૂર્ણ કરી ઊંડી કરવા, માછીમારોને વાવાઝોડા અને વરસાદમાં નુકસાન તેમજ ઝુંપડપટ્ટીમાં રહેતા નાના અને ગરીબ વર્ગના લોકોને નુકશાનીનું વળતર આપવા સહિતની માંગણીઓ કરી હતી.