માંગરોળમાં રાજાશાહીના સમયની શાકમાર્કેટ હાલ બિસ્માર હાલતમાં છે. છેલ્લા લાંબા સમયથી શાકમાર્કેટનો પાછળનો કેટલોક ભાગ મોતના માંચડા સમાન બની ગયો હોય, ગમે ત્યારે ઘસી પડે તેવી ભીતિ સેવાઈ રહી હતી. વર્ષો જુના લાકડા અને નળીયા પડવાના વાંકે લટકતા હોય તેવી તદ્દન જર્જરિત સ્થિતિ વચ્ચે શાક વેંચતા અને ખરીદવા આવતા લોકો ઉપર સતત ભય ઝંબુળી રહ્યો છે. ત્યારે સતત પડી રહેલા વરસાદથી તાજેતરમાં રાત્રીના છાપરૂં તુટી પડતા જાનહાનિ ટળી હતી. જાે કે પાલિકાએ જર્જરિત ભાગ ઉતારી લેવા આજે કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નવી શાકમાર્કેટ બનાવવાની ગ્રાન્ટ બાબતે અનેકવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. પરંતુ રાજકીય આક્ષેપબાજી વચ્ચે લોકોની સલામતી અને સુવિધાઓનો પ્રશ્ન હાંસિયામાં ધકેલાઈ જતો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.