માંગરોળ પંથકના ગામોમાં જળબંબાકારની સ્થિતિ

0

માંગરોળના રૂદલપુર, ગોરેજ સહિતના ગામોના સીમ વિસ્તારો તેમજ કેટલાક રહેણાંક વિસ્તારો હજુ પણ જળબંબોળ સ્થિતિમાં છે. પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડુતો, ગ્રામજનોની હાલત કફોડી બની છે ? ત્યારે બંને ગામના ખેડુતોએ આજે મામલતદાર કચેરીએ આવી વ્યથા રજુ કરી, નવા રસ્તાના કામનું અણધડ આયોજન તેમજ અમુક ખેડુતોએ પાણીની નિકાસના ભુંગળા બંધ કરી દેતા ભયંકર સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. રૂદલપુર તથા ગોરેજ ગામના આગેવાનો રાજેશભાઈ કરમટા, વિજયભાઈ ડોડીયા, ભગવાનભાઈ મોરી, સુખદેવસિંહ ચુડાસમા ઉપરાંત ૧૦૦થી વધુ ખેડુતોએ મામલતદાર તથા તા.વિ.અ.ને આવેદન પાઠવી નેશનલ હાઈવે – ૯૭ની પશ્ર્‌ચિમ દિશાએ આવેલા ખેડુત ખાતેદારોને થયેલા નુકશાન બાબતે સર્વે કરી વળતર આપવા માંગ કરી હતી. ખેડુતોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ભોયવાવ થી ગોરેજ સુધીનો રસ્તો મંજુર થયેલો છે. ૧.૫ કિ.મિ.નો આ માર્ગે જમીનથી ૫ ફુટ ઉંડો આવેલ હતો. આ રસ્તેથી જ ગોરેજ, સુલતાનપુર, બિલોદરા, કરમદી ચિંગરીયા સુધીના ખેતરોના કુદરતી પાણીનો નિકાલ થતો હતો. પરંતુ આ રસ્તો જ પાણીના ભરાવાનું મુખ્ય કારણ બન્યો છે. પાંચ થી સાત ફુટ ભરતી કરી, ઉંચેથી ઉપાડવામાં આવેલા આ રસ્તાથી પાણીનો નિકાલ ન થતાં અનેક ગામડાઓના વરસાદી પાણીના કુદરતી વેણના અવરોધ ઉત્પન્ન થયા છે. રસ્તાની બાજુમાં પાણીના નિકાસ માટે નાના સ્વરૂપની કેનાલ મંજુર થયેલ છે. પરંતુ તેમાંથી પાણીનો પ્રવાહ પસાર ન થાય તેવી સ્થિતિ છે. અહીં પાણી ભરાવાથી જ કેશોદ – માંગરોળ હાઈવે ઉપર નદી જેટલું પાણી એકત્રિત થતા વાહનવ્યવહાર સ્થગિત થઈ જાય છે. હાલ આ રસ્તાની બાજુ કેનાલની પહોળાઈમાં પણ વધારો કરવો જરૂરી હોવાનો મત રજૂ કર્યો છે.

error: Content is protected !!