ઉના શહેરની સીમમાં અંજાર ગામે જતા રોડ ઉપર પાડામાર વિસ્તારમાં આવેલ માલિકીની ખેતીની જમીનમાં ઉનાના શાબિર ઈકબાલભાઈ ચોરવાડા, આસિફ નુરમહમદ ચોરવાડ રહે.ઉનાવાળા મત્સ્યપાલનના લાઇસન્સ વગર ગેરકાયદેસર તળાવ બનાવી બહારથી ભારતમાં પ્રતિબંધિત જાહેર કરેલ મુળ થાઇલેન્ડની હાઈબ્રીડ મંગુર્(થાઈ મંર્ગુ) નામની માછલી ગેરકાયદેસર ૨૫૦૦૦ નંગ જેટલું બીજ મંગાવી પોતે જાણતા હોવા છતાં ચોરી છૂપીથી મંગાવી પોતાનો આર્થિક ફાયદો માટે ઉછેર કરતા હતા. આ અંગે જિલ્લા પોલીસ વડા જાડેજાને માહિતી મળતા ઉનાના પોલીસ ઇન્સ્પેકટર એન.કે. ગૌસ્વામીને જાણ કરતા ડી. સ્ટાફના પી.એસ.આઇ. સી.બી. જાડેજા અને સર્વેલન્સનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ખેતીની જમીનમાં તળાવ બનાવેલ હતું. તેમાં થાઈ મંગૂર્ને મરેલ પ્રાણીઓનો વેસ્ટ મીટના ટુકડા જાેવા મળેલ અને તુરંત વેરાવળ મત્સ્ય ઉદ્યોગ નિયામક વેરાવળને લેખિતમાં રિપોર્ટ કરી જાણ કરતા વેરાવળના મત્સ્યઉદ્યોગના નિયામક અને સ્ટાફ ઉના સ્થળ ઉપર પહોંચી ઉના પોલીસની મદદથી તળાવમાં રાખેલ પ્રતિબંધિત મચ્છી અંદાજિત દસ ટન જેની કિંમત રૂપિયા ૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી હતી. મચ્છીના નમુના પરીક્ષણ માટે મોકલેલ છે. આ અંગે વેરાવળના મત્સ્યઉદ્યોગના નિયામકએ જણાવેલ કે આ માછલી ખાવાથી માનવીના સ્વાસ્થયને નુકશાન કરે છે. આ માછલી માસ હારી છે તેને ખોરાકમાં મૃત પશુના માસના વેસ્ટ નાખે છે જેનાથી ગંભીર રોગ થાય છે અને આ માછલી માસાહારી હોય અન્ય જળચર પ્રાણી અને પર્યાવરણને હાનીકારક હોય તેથી ભારત સરકારએ આ મચ્છી પ્રતિ બંધીત ફરમાવેલ છે. આ શખ્સ પોતાના આર્થિક લાભ માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.