કેશોદ પંથકમાંથી ખનીજ સંપતીનું ખનન કરી રૂા.૩,૪૮,૧૩૭ના મુદ્દામાલ સાથે ૩ સામે કાર્યવાહી

0

કેશોદ પીપળી ધાર તળાવમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ સંપતીનું ખનન કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું જૂનાગઢના રોયલ્ટી ઈન્સ્પેકટર ભવદિપભાઈ જયવંતભાઈ ડોડીયા(ઉ.વ.ર૭) અશ્વિનભાઈ નાનજીભાઈ ગજેરા(માંગરોળ), કતકસિંહ ઉર્ફે તખતસિંહ દાસભાઈ(ગડોદર), હાર્દિકભાઈ ગોવિંદભાઈ(કેશોદ)ને કેશોદ પીપળી ધાર તળાવમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ સંપતીની ચોરી કરવા સબબ સાધન સામગ્રી તેમજ મુદ્દામાલ રૂા.૩,૪૮,૧૩૭ સાથે ઝડપી લઈ અને તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે.

જૂનાગઢમાં અજાણ્યા શખ્સે છરી વડે કર્યો હુમલો
જૂનાગઢના રાજુનગર, દરગાહ પાસે, ધરાનગર રોડ પર રહેતા જીતેશભાઈ બાબુભાઈ સોલંકી(ઉ.વ.૩૩)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે મજેવડીથી ભવનાથ જવાના રસ્તા ઉપર કોઈ અજાણ્યા શખ્સે કોઈ અગમ્ય કારણસર છરી વડે પેટના ભાગે એક ઘા મારી અને ગંભીર ઈજા કરતા જીતેશભાઈને પેટમાં ચાર ટાકા લેવા પડયા છે. અજાણ્યો શખ્સ છરી વડે હુમલો કરી નાસી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મેંદરડા, માણાવદર પંથકમાં જુગાર દરોડા
મેંદરડા પોલીસે ગઈકાલે ઢાઢાવાડા ગામ સીમ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂા.ર૦,૦૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે માણાવદર પોલીસે દેવીપૂજક વાસમાંથી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.૧૪,૩૮૦ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

બિલખામાં ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યું
બિલખાના કલાલ શેરીમાં રહેતા આશીષભાઈ પ્રવિણભાઈ બુધ્ધદેવ(ઉ.વ.૪૦)ના પત્ની તથા તેના બાળકો છેલ્લા ત્રણેક મહિના પહેલા રિસામણે જતા રહેલ જે બાબતનું દુઃખ તથા લાગી આવતા આશીષભાઈએ ગઈકાલે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે.

error: Content is protected !!