યાત્રાધામ દ્વારકામાં હાલમાં પડેલા ભારે વરસાદને લીધે ઠેર ઠેર ખાડાઓ જાેવા મળી રહ્યા છે. ગામના અંતરિયાળ રસ્તાઓની સાથે સાથે હાઈવે રોડ ઉપર પણ મસમોટા ખાડાઓ પડી ગયા હોય સ્થાનિકો તેમજ હાઈવે રોડ ઉપરથી પસાર થતા ભારે વાહનો તેમજ યાત્રિકોના વાહનોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇસ્કોન ગેઈટથી બસ સ્ટેશન વચ્ચેનો હાઈવે રોડ ઉપર મસમોટા ખાડા હોય આ હાઈવે ઉપરથી દરરોજના સેંકડો વાહનોની અવરજવર હોય આવા રસ્તાઓ ઉપરથી ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતના વાહનોને પસાર થવું પડે છે. આમ છતાં તંત્ર દ્વારા નવનિર્માણ-મરમ્મત કે પેચવર્કનું કામ હજુ સુધી ન કરાયું હોય ધમધમતા હાઈવે રોડ ઉપર સતત અકસ્માતનો ભય હોવા છતાં સબ ચંગા સીની ભૂમિકામાં જણાઈ રહ્યું છે.