વિસાવદરમાં હનુમાનપરા વિસ્તારમાં રહેતા જાવેદભાઈ યુનુસભાઈ લુલાણીયા(ઉ.વ.૩પ)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, પુજારા નામની તેમની મોબાઈલની દુકાને બનેલા બનાવ અંગે જય વજુભાઈ શિરોયા રહે.ભુતડી વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ ફરિયાદીને વિશ્વાસ અપાવી અને ફરિયાદી પાસેથી મોબાઈલ ફોન સેમસંગ ગેલેકસી રૂા.૧,ર૪,૯૯૯ તથા ઓપો કંપનીનો રૂા.રપ હજારનો જુનો મોબાઈલ મળી કુલ ૧,૪૯,૯૯૯ના મુદ્દામાલની વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
કેશોદ : સીંગદાણાનો માલ ખરીદી અને ૩૩ લાખની છેતરપિંડી
કેશોદ-વેરાવળ રોડ ઉપર રહેતા આશીષભાઈ ધીરૂભાઈ કોટડીયા(ઉ.વ.૪૪)એ જેરામભાઈ નથુભાઈ ગામી, ભરતભાઈ જેરામભાઈ ગામી, પંકજભાઈ કાંતીભાઈ ગામી વિગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ-અલગ તારીખોમાં ફરિયાદી પાસેથી સીંગદાણાનો માલ ખરીદી તેના નીકળતા રૂા.ર,૩૩,૦૦,૭ર૧ બાકી રાખી ફરિયાદીને આજદીન સુધી પરત નહી ચુકવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.