જૂનાગઢની જનતા અને પ્રવાસીઓને મળ્યું નવું નજરાણું

0

સરદાર પટેલ દરવાજામાં આવેલી સરદાર પટેલ ગેલેરી ખુલ્લી મુકાઈ. રિનોવેટ થયેલ સરદાર પટેલ દરવાજાે જાેવાની સાથે સાથે જાેવા મળશે ઉપરકોટ કિલ્લાના જૂના અને નવા રૂપ દર્શાવતો વિડિઓ, જૂનાગઢ શહેરની તસ્વીરી હેરીટેજ વોક અને ચિત્રો તેમજ ફોટોગ્રાફનો ખજાનો. જૂનાગઢ શહેર તેનાં શહેરી કિલ્લાની દીવાલોમાં બનાવેલ દરવાજાઓ માટે પણ પ્રખ્યાત છે. જેમાંનો એક દરવાજાે એટલે કે સરદાર પટેલ દરવાજાે. આ દરવાજાનું નિર્માણ જૂનાગઢના બાબી નવાબ બહાદુર ખાન તૃતીયના સમય દરમ્યાન ઈ.સ. ૧૮૮૩માં શરૂ કરવામાં આવેલ. દરવાજાની બિલકુલ સામેની તરફ ઈ.સ.૧૮૮૬માં રેલ્વે લાઈન અને સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું. તત્કાલીન બોમ્બેના ગવર્નર લોર્ડ રેના નામ ઉપરથી જ આ દરવાજાને લોર્ડ રે દરવાજા તરીકે ઓળખવામાં આવતો હતો. કેટલાક લોકો તેને સ્ટેશન દરવાજા તરીકે પણ ઓળખે છે. ૧૯મી જાન્યુઆરી, ૧૮૮૮ના રોજ જયારે જુનાગઢમાં પ્રથમ ટ્રેનનું આગમન થયું અને એના માનમાં દરવાજાની ઉપર ક્લોક ટાવરનું નિર્માણ થયું. ચુના તથા રેતીયા પથ્થરોમાંથી બનેલ આ દરવાજાે એ જૂનાગઢ આવનાર પ્રવાસીઓ ને પોતાની તરફ આકર્ષતો રહેલો છે. અર્ધ-ગોળાકારે બનાવેલ આ દરવાજાે અને તેના નીચે ત્રણ દરવાજાઓ ઝરૂખાઓ, બારીઓ અને ઉપર ક્લોક ટાવર, વગેરે તેને મનમોહક બનાવે છે. આઝાદી પછી આ દરવાજાને સરદાર પટેલ દરવાજા તરીકે ઓળખે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ દરવાજાની ઐતિહાસિકતાને જાળવવા તેમજ તેને બહાર લાવવા તેનું રિનોવેશન કરાવ્યું. જે કામ ભારતભરમાં ૨૦૦થી પણ વધારે ઐતિહાસિક ધરોહરની જાળવણી કરતી કંપની સવાણી હેરિટેજ કન્ઝર્વેશન દ્વારા પૂર્ણ કરવામાં આવેલ. તેમજ ૧૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ લોકાર્પણ કરવામાં આવેલ. જૂનાગઢ આવતા પ્રવાસીઓ તેમજ જૂનાગઢની જાહેર જનતાને આ દરવાજાની અંદર જઈને પોતાના ઐતિહાસિક ધરોહરને જાેવાનો મોકો મળી રહે તે હેતુસર જૂનાગઢ મહાનગરપાલિકાના સહયોગ વડે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રા. લી. દ્વારા અધિક શ્રાવણ માસમાં એક અધિક પ્રવાસન સ્થળ તરીકે ખુલ્લું મુકવામાં આવી રહ્યું છે. જેમાં ઐતિહાસિક ધરોહરને નજીકથી નિહાળવાની તક તો મળશે જ સાથે સાથે દરવાજાની રિસ્ટોરેશન પહેલાંની તેમજ જૂનાગઢ શહેરના અન્ય પ્રવાસન સ્થળોની માહિતી આપતી તસવીરો જાેવા મળશે. આ ઉપરાંત અહીં ગેલેરીમાં લગાવેલ આશરે ૧૦૦ વર્ષ જુના ફોટોગ્રાફની તસ્વીરી માહિતી જાેઈ શકાય છે, જે આપણને જૂનાગઢ શહેરની હેરિટેજ વોક કરવાનો અનુભવ પ્રાપ્ત કરાવે છે. જૂનાગઢ અને ગુજરાત રાજ્યનો બેનમૂન સુરક્ષા ધરાવતો ઐતિહાસિક એવો ઉપરકોટ કિલ્લો ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રિનોવેશન કરવામાં આવેલ છે, જેની એક વર્ચ્યુઅલ ટૂર નો વિડિઓ પણ અહીં રજુ કરવામાં આવી રહ્યો છે. આ સાથે સાથે જુનાગઢ શહેરમાં કળા પ્રત્યે લોકો વધુને વધું આકર્ષાય તેમજ તેમની કળા ઉજાગર થાય તે હેતુસર એક ચિત્ર/ફોટો આર્ટ ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ કલાકારો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો/પેઇન્ટિંગ/ડ્રોઈંગ અને ફોટોગ્રાફ્સને દર્શાવતી ગેલેરીનું પણ અહીં આયોજન કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢના ખ્યાતનામ ચિત્રકારો અને ફોટોગ્રાફર્સનો બહોળો ફાળો રહ્યો છે. આ બધું જ અહીં એકસાથે નિહાળી શકાય અને માણી શકાય તે માટેનું આયોજન સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રા. લી. દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના સહયોગ સાથે આ સરદાર પટેલ દરવાજામાં કરવામાં આવેલ છે.

error: Content is protected !!