Sunday, September 24

જૂનાગઢમાં ઈમારત તુટી પડવાના બનાવની કરૂણાતિકાની પરાકાષ્ઠા

0

બે બાળકો અને પતિના ગુમાવનાર મહિલાએ પણ એસીડ પી જીંદગી ટુંકાવી : અરેરાટી

જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત ઈમારત ધરાશાયી થવાના કારણે એક જ પરિવારના ત્રણ લોકો સહિત કુલ ચારના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં બે પુત્રો અને પતિનું મોત નિપજતા તેના આઘાતમાં પત્નીએ એસીડ પી લઈને આત્મહત્યાનો પ્રયાસ કરતા આ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થતા અરેરાટી મચી જવા પામી છે. જૂનાગઢ શહેરમાં રહેતા સંજયભાઈ ડાભી સોમવારે બપોરના સમયે રિક્ષામાં પોતાના પુત્ર દક્ષ અને તરૂણ સાથે શાકભાજી લેવા માટે ગયા હતા. પિતા-પુત્રો જ્યારે કડિયાવાડ વિસ્તારમાં રિક્ષા લઈને પહોંચ્યા ત્યારે જ જર્જરિત ઈમારતનો કાટમાળ રિક્ષા ઉપર પડતા ત્રણેય દટાઈ ગયા હતા અને બાદમાં શોધખોળમાં પિતા-પુત્રોના મૃતદેહ મળી આવતા ડાભી પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. દરમ્યાન જૂનાગઢ શહેરની દુર્ઘટનાના કારણે ડાભી પરિવારનો માળો વિખાયો હતો. આ બનાવના વિયોગમાં સંજયભાઈના પત્ની મયુરીબેને ગઈકાલે પોતાના ઘરે એસીડ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવેલ અને સારવાર દરમ્યાન તેઓનું મૃત્યું થયું છે. એક જ પરિવારના ચાર-ચાર સભ્યોના કરૂણ મૃત્યું થયા છે ત્યારે આ પરિવાર ઉપર દુઃખના ડુંગરા તુટી પડયા છે.

error: Content is protected !!