કેશોદના કોલેજ રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો સાત લોકો ઘાયલ બન્યાં

0

કેશોદના કોલેજ રોડ ઉપર દશામાની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહેલાં ભાવિકો ભક્તોનાં સરઘસ પાસેથી એસટી બસ ગાંધીનગર-કેશોદ રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૮-ઝેડ-૩૧૦૦ રોગ સાઈડમાં લેતાં સામેથી આવતી ફોરવ્હીલ કાર મારૂતિ ઝેન અથડાઈ હતી. ત્યારે પાછળ આવી રહેલાં હોન્ડા સ્પેલન્ડર રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૧-બીકે-૩૮૯૬, સીબીઝેડ રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૧-એસી-૩૩૪૦, હોન્ડા સ્પેલન્ડર રજીસ્ટ્રેશન નંબર જીજે ૧૧-સીજે-૯૭૨૧ ત્રણ બાઈકચાલકો ફોર વ્હીલ કારમાં ઘુસી ગયા હતા. કેશોદના કોલેજ રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં સાત ભક્તો ઈજાગ્રસ્ત હાલતમાં કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ચાર ગંભીર હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે. કેશોદના કોલેજ રોડ ઉપર છાશવારે આકસ્મિક ઘટનાઓ બને છે ત્યારે નિર્દોષ વાહનચાલક કે રાહદારી ઈજાગ્રસ્ત બનવા ઉપરાંત જીવ પણ ગુમાવે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ફુવારા ચોકથી અક્ષયગઢ સુધી ડબલ ટ્રેક રોડ બનાવવામાં આવે તો આકસ્મિક ઘટનાઓ બનતી અટકાવી શકાય તેમ છે. કેશોદના અજાબ મેંદરડા રોડ ઉપર આકસ્મિક ઘટના બનતાં ટોળાં ઉમટી પડ્યા હતાં અને કેશોદ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના ચાર ચોક વિસ્તારમાં અંડરબ્રીજનું કામ ચાલુ હોય શહેરનાં અન્ય વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યારે આયોજન કરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં ગંભીર આકસ્મિક ઘટના બનશે તો નવાઈ નહીં રહે.

error: Content is protected !!