જૂનાગઢ અને માખીયાળામાં સગીર બાળાને ભગાડી ગયા અંગે ફરિયાદ

0

જૂનાગઢના બિલખા રોડ, ધરાનગર, પાઠકનગર, હુડકા પોલીસ લાઈન નજીકના વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની બાળાને માણાવદરના મિતડી રોડ ઉપર વાદીવાસ નજીક રહેતા સાગર ખેરાતભાઈ વાઘેલા નામનો શખ્સ લલચાવી ભગાડી ગયાની ફરિયાદ સી ડીવીઝન પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. જયારે જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે સીમ વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની બાળાને જાલણસર ગામનો ચેતન કાનજીભાઈ માવી નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં જુગાર અંગે વ્યાપક દરોડા
જૂનાગઢના ઝાંઝરડા રોડ, કુંજ સ્કવેર પાસે, શાંતીનગર, કલ્પઉપવન નજીક આવેલ એક એપાર્ટમેન્ટના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડતા એક મકાનમાંથી આઠ મહિલાઓને રૂા.૧,૬૮,પ૬૦ના રોકડ મુદ્દામાલ સહિત ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વંથલી જુગાર દરોડો
વંથલી પોલીસે ગઈકાલે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા એક શખ્સોને વરલી મટકાના જુગાર રમાડતા રૂા.૩૮૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બે સામે કાર્યવાહી કરી છે.
માણાવદર જુગાર દરોડો
માણાવદર પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૧૩,પપ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે અને જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
માંગરોળ પંથકમાં જુગાર દરોડો
માંગરોળ મરીન પોલીસે જુગાર અંગે દરોડો પાડતા છ મહિલા સહિત સાતને જાહેરમાં જુગાર રમતા રૂા.૧ર,ર૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ : એકટીવાની ઠોકરે માઉન્ટેડ શાખાના અશ્વ સનમને ઈજા
જૂનાગઢ માઉન્ટેડ શાખાના પોલીસ કર્મી જગદીશભાઈ કરમુર અને મહેન્દ્રસિંહ સરવૈયા રાત્રે માઉન્ટેડ શાખાના સરકારી અશ્વ સનમ અને આઝાદને લઈને પેટ્રોલિયમમાં જતા હતા. ત્યારે સર્કિટ હાઉસ પાસે આવેલ સુભાષ મહિલા કોલેજ નજીક બીલખા રોડ તરફથી આવેલ જીજે-૧૧-સીકે-પપ૯ર નંબરમાં ડબલ સવારી એકટીવાએ અશ્વ સનમને પાછળથી ઠોકર લગાવી હતી. જેના કારણે સનમને ડાબા પગના ભાગે ઈજા થઈ હતી. અંગે પોલીસમેન જગદીશ કરમુરે ફરિયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે પંચેશ્વર રોડ વિસ્તારમાં રહેતા એકટીવા ચાલક ગૌરવ અજયભાઈ સોલંકી સામે ગુનો દાખલ કર્યો છે.

error: Content is protected !!