આંખ આવવાના ૩૫૦૦ થી ૪૦૦૦ કેસ : આંખ રોગના કેસમાં ઉછાળો, આડેધડ ટીપા લેવા હિતાવહ નહિં

0

જૂનાગઢ જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આંખ આવવાના કેસથી લોકો ઘરે ઘરે પરેશાન છે. કેટલાક લોકો આ રોગને અખીયા મિલાકે રોગ પણ કહી રહ્યા છે, લોકો એક પછી એક આ ચેપની ઝપેટમાં આવી રહ્યા છે. આ રોગ થતાની સાથે કેટલાંક લોકો આડેધડ ટીંપા લેવાનું શરૂ કરે છે જે હિતાવહ નથી. આ રોગ બાળકોમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બાળકો, એલર્જિક દર્દીઓ, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેનાથી પીડિત થવાની સંભાવના વધારે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આખા આવવાના કેસમાં ઉછાળો આવ્યો છે. રોજ ૩૫૦ થી ૪૦૦ કેસ આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલનાં આંખનાં વિભાગના વડા ડો. કિશન મકવાણાએ જણાવ્યુ હતું કે, ચોમાસાની અને ઠંડકની શરૂઆત થવાની સાથે આંખ આવવાના કેસ વધ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૩૫૦ થી ૪૦૦ કેસ આંખના નોંધાય છે તેમાંથી રોજના ૩૦૦ કેસ આંખ આવવાના છે. છેલ્લા એક થી દોઢ મહિનામાં સિવિલમાં ૩,૫૦૦ થી ૪૦૦૦ કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં ડ્રોપ્સનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આંખ આવવાના કેસના દર્દીને ત્વરિત સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચોમાસામાં ઓછા તાપમાન અને વધુ ભેજને કારણે લોકો બેક્ટેરિયા, વાયરસ અને એલર્જીના સંપર્કમાં વધુ ઝડપથી આવે છે અને તેના કારણે એલર્જીક પ્રતિક્રિયા અથવા નેત્રસ્તર દાહ જેવા આંખના ચેપનું કારણ બને છે. ભારે વરસાદને કારણે, ઘણા દિવસો સુધી ગંદુ પાણી ભરાયેલું રહ્યું. પાણી ભરાવાને કારણે અનેક રોગોનો ભય વધી જતો જાેવા મળે છે. જાે કે, આંખના કેસ આમાં સૌથી ઝડપથી વધી રહ્યા છે.
સાવચેતીના પગલા
જાે તમે આ રોગની ઝપેટમાં આવી ગયા છો, તો સૌથી પહેલા તમારી જાતને બીજાથી અલગ કરો. ૩ થી ૪ દિવસ સુધી ઘરની બહાર જવાનું ટાળો, સ્વચ્છ, ધોઈ નાખેલો અને સૂકો ટુવાલ વાપરો, આંખોને વારંવાર હાથ સ્પર્શ ન થાય તે માટે ચશ્મા પહેરો અને સ્વચ્છતાનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
આંખ આવવાના લક્ષણો
આંખ આવવાના લક્ષણોમાં લાલ આંખો, ખંજવાળ, સોજાે, દુઃખાવો, પોપચા ચોંટી જવા, આંખમાં સતત પાણીયુક્ત સ્રાવ, પ્રકાશ જાેવામા સંવેદનશીલતા વગેરેનો સમાવેશ થાય છે.
ખાનગી હોસ્પિટલોમાં દરરોજ ૨૦૦ થી ૩૦૦ કેસ
જૂનાગઢ શહેરની બધી ખાનગી હોસ્પિટલોમાં પણ દરરોજ સરેરાશ ૨૦૦ થી ૩૦૦ આંખ આવવાના કેસ આવી રહ્યા છે. તબીબ પાસે સારવાર કરાવ્યા બાદ ત્રણથી ચાર દિવસમાં સારુ થઈ જાય છે. પરંતુ આડેધડ આંખનાં ટીપાં લેવા ના જાેઈએ. ખાસ કરીને કોઈપણ મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરની સલાહ વગર ટીપા લઈને તેને આંખમાં નાખવામાં આવે તો ક્યારેક આંખને વધુ નુકસાન થઈ શકે છે. ખાસ કરીને સ્ટીરોઇડ કોમ્બિનેશન વાળા ટીપાનો ઉપયોગ ટાળવો જાેઈએ. માટે ડોક્ટરની સલાહ મુજબ આંખના ટીપાનો ઉપયોગ કરવો જાેઈએ.

error: Content is protected !!