તારીખ ૩-૮-૨૦૨૩ના રોજ સરકારી વિનયન કોલેજ ભેંસાણમાં વિષય “ગુજરાતી ગઝલમાં રસ નિરૂપણ” ઉપર વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાતી વિષય લીલીયા કોલેજના પ્રોફેસર ડો. કેતન કાનપરિયા દ્વારા વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેને પોતાના વ્યાખ્યાનમાં ગઝલ સાહિત્ય સ્વરૂપની ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. જેમાં તેમને વિષયની છણાવટ કરતા કોઈ પણ ગઝલ ધ્યાનથી વાંચજાે દરેક શે’રનો છેલ્લો શબ્દ(કે શબ્દસમૂહ) એનો એ જ હશે. એ ન બદલાતા શબ્દ (કે શબ્દસમૂહને) રદીફ કહે છે. સ્વાભાવિક છે કે દરેક શબ્દ પોતાની સાથે તો પ્રાસમાં જ હોય ! આ થયો એક જાતનો પ્રાસ. તમે ફરીથી કોઈ બીજી ગઝલ લો અને તેના રદીફને ઢાંકી દો. છતાં તમને દેખાશે કે રદીફની પહેલાંનો શબ્દ ખરેખર પ્રાસ છે. આ બીજી પ્રકારનો પ્રાસ. એને કાફિયા કહેવાય છે. હવે, જાે તમે કોઈ શાયરને સાંભળ્યા હોય તો તે “રદીફ-કાફિયા” બોલશે – પણ શે’ર રચતી વખતે લખશે “કાફિયા-રદીફ” ! છે ને ગોટાળો ? એમ તો આપણે “ફળ-ફૂલ” ક્યાં નથી બોલતા ? ક્યાંય ફળને ફૂલ પહેલાં આવતાં જાેયાં ? એવો જ બીજાે શબ્દપ્રયોગ તમે સાંભળ્યો હશે “મક્તા-મત્લા”. આ બે ગઝલના ખાસ પ્રકારના શે’ર છે.(કન્વર્ટિબલ, ડિબેન્ચર, પ્રેફરન્સ વગેરે શેરના પ્રકાર છે. ગઝલનો પહેલો શે’ર હોય તેને મત્લા કહે છે અને છેલ્લા શે’રને મક્તા કહે છે. (“મક્તા-મત્લા”માં પણ “ફળ-ફૂલ” જેવું જ છે ! તમે સમજી ગયા !) એક જમાનામાં (મારા ખ્યાલ પ્રમાણે જ્યારે લોકો શાયરોને મારવા લેતા ત્યારે) શાયરો મત્લામાં પોતાનું હુલામણું નામ લખતા. (સાચુ“બાઈ મીરાં કહે” અને “ભણે નરસૈંયો” નહોતું લખાતું ? તેમ જ ! ગઝલ લખવામાં સૌથી અઘરૂ છે મત્લા લખવાનું ! (આરંભે શૂરા ગુજરાતીઓ માટે પણ !) એનું કારણ એ કે એના બન્ને મિસરાઓમાં રદીફ અને કાફિયા બન્ને આવવા જાેઈએ ! હજી સુધી આ નિયમ તોડનારા પ્રયોગો બહુ સફળ નથી થયા. ના, ગઝલ(કે કશું પણ બીજું) લખવાની શરૂઆત કરવી તે તો અઘરૂ છે જ ! આ તો બે મિસરામાં રદીફ અને કાફિયા બન્ને વાપરવા તે સહેલું નથી. (હાઇકુ-દેહ ગઝલમાં તો આંખે પાણી આવી જાય છે !)વળી સોનેટ ઉપર પણ ટૂંકમાં માહિતી આપી હતી આગળ ઇશ્ક હકિકી, મિજાજે ઇશ્કનું સુંદર નિરૂપણ કર્યું હતું. વળી આ સમયે ગઝલનું ગાન કઈ રીતે કરી શકાય તે કલાપીની હરિગીત છંદમાં “જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની” પંક્તિ દ્વારા ગાન કરી વિદ્યાર્થીઓને રસ તરબોળ કરી દીધા હતા અને આ સમયે તેમણે ઘણા બધા ગઝલકારોને યાદ કર્યા હતા. જેમાં બાળાશંકર કંથારીયા, બેફામ(બરકત વિરાણી), શૂન્ય પાલનપુરી, મરીજ, અમૃત ઘાયલ રમેશ પારેખ, કલાપી, વગેરે ને તેમની ગઝલ પંકતીઓથી સ્મૃતિ કરાવી હતી અને આ વિશે વિદ્યાર્થીઓને વિશદ માર્ગદર્શન આપ્યું હતું.