બાંટવામાંથી ૬૬ બોટલ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ જીલ્લાના બાંટવા તાબેથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોકકસ બાતમીના આધારે પાડવામાં આવેલ દારૂ અંગેના દરોડોમાં ૬૬ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લેવામાં આવે છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના અને જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે.પટેલ તથા પીએસઆઈ જે.જે.ગઢવી અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં બાંટવામાં નાના ઝાંપા પાસે હિરેન ભીખુભાઈ રબારીએ પોતાના કબ્જા ભોગવટાના ખુલ્લા વાડામાં ઓરડીના પાછળના ભાગે બનાવેલા ભોંયરામાં તપાસ કરતા કુલ ૬૬ બોટલ દારૂ ઝડપી લેવામાં આવેલ છે. હિરેન ભીખુભાઈ રહે.બાંટવાવાળાને ઝડપી લીધેલ છે જયારે કમલેશ હરદાસભાઈ ખેર રહે.અમીપરવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

error: Content is protected !!